લંડનના ઓવલમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતે બીજા દિવસે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાએ વિરાટ અને પૂજારાને આઉટ કરવા માટે બોલ ટેમ્પરિંગ કર્યું હતું.
Advertisement
Advertisement
પાકિસ્તાન તરફથી 19 ટેસ્ટ અને 50 વન ડે રમી ચૂકેલા ભૂતપૂર્વ બેટ્સમેન બાસિત અલીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ઇનિંગ્સની 15મી ઓવરની આસપાસ બોલ સાથે ચેડા કરવાનું શરૂ કર્યું જેથી પૂજારા અને કોહલીને વહેલી તકે પેવેલિયનમાં મોકલી શકાય. પુજારાને ઇનિંગ્સની 14મી ઓવરમાં કેમરોન ગ્રીન દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો હતો, જ્યારે કોહલી 19મી ઓવરમાં મિચેલ સ્ટાર્કના હાથે સ્લિપમાં કેચ આઉટ થયો હતો.
બાસિતે કોમેન્ટેટર્સ-અમ્પાયરો પર નિશાન સાધ્યું
બાસિતે કહ્યું કે ઓસ્ટ્રેલિયાનું પ્લાનિંગ પણ કોઈ જોઈ શક્યું નથી તે જોઈને આશ્ચર્ય થયું. કોમેન્ટેટર્સ હોય કે મેચ ઓફિશિયલ્સ કે પછી ભારતીય બેટ્સમેન, કોઈ પણ ઓસીની રણનીતિને પકડી શક્યું નહીં. પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા વિડિયોમાં બાસિત કહે છે- કોમેન્ટ્રી બોક્સથી લઈને અમ્પાયરો સુધી, પહેલા હું આ મેચ જોઈ રહેલા લોકો માટે તાળીઓ પાડવા માંગુ છું. ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે બોલ સાથે ચેડા કર્યા છે અને કોઈ તેના વિશે વાત કરી રહ્યું નથી.
બાસિતે કહ્યું કે ભારતીય ઇનિંગ્સની 16થી 18મી ઓવર બોલ ટેમ્પરિંગનો સૌથી મોટો પુરાવો છે. અમ્પાયર રિચર્ડ કેટલબરોની સૂચના પર ભારતીય ઈનિંગની 18મી ઓવરમાં બોલ બદલવામાં આવ્યો ત્યાં સુધીમાં બોલ ખરાબ થઈ ગયો હતો. જ્યારે રિપ્લેસમેન્ટ બોક્સ આવ્યું, ત્યારે નવો બોલ લેવામાં આવ્યો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા તરફથી છેડછાડ શરૂ થઈ ગઈ હતી. બાસિતે કહ્યું- તમે 16મી, 17મી અને 18મી ઓવર જુઓ જ્યારે વિરાટ આઉટ થયો. તે બોલની ચમક જુઓ. મિચેલ સ્ટાર્કના હાથમાં બોલ છે અને બોલ બહાર (જમણે) ચમકે છે. પરંતુ વિરાટને ફેંકેલો બોલ અંદર આવવાને બદલે બહારની બાજુએ ગયો.
પૂજારાની વિકેટ અંગે બાસિતે કહ્યું- કેમેરોન ગ્રીને પૂજારાને જે બોલ ફેંક્યો હતો, તેનો ચમકતો ભાગ પૂજારા તરફ હતો અને બોલ પૂજારાની અંદરની બાજુએ આવ્યો હતો અને તે ક્લીન બોલ્ડ થયો હતો. હું આશ્ચર્યમાં છું. બીસીસીઆઈ આટલું મોટું ક્રિકેટ બોર્ડ છે, શું તેમણે આટલી મોટી બાબત ધ્યાને લીધી નહીં ? તેનો મતલબ એ કે તમારું ધ્યાન ક્રિકેટ પર નથી.
Advertisement