- અભિનેત્રીએ ટ્વીટર પર કહ્યું- આ મારી નહીં લોકતંત્રની જીત છે
- બોમ્બે હાઇકોર્ટે કંગના સામેની કાર્યવાહીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
મુંબઇઃ બોમ્બે હાઇકોર્ટે ઓફિસ તોડવાના કેસમાં કંગના રણૌતના પક્ષમાં ચુકાદો આપ્યો. ત્યાર બાદ અભિનેત્રીએ પોતાની ખુશી (Kangna happy)સોશિયલ મીડિયા પર વ્યકત કરતા કહ્યું કે આ મારી નહીં લોકતંત્રની જીત છે.
બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એસજે કેથાવાલા અને આરઆઇ છાગલાની બેન્ચે શુક્રવારે ચુકાદો આપ્યો. જેમાં કોર્ટે BMCની કંગના વિરુદ્ધની કાર્યવાહીને દુર્ભાગ્યપુર્ણ ગણાવી છે.
આ પણ વાંચોઃ કંગનાને આપવામાં આવેલી BMCની નોટિસ બોમ્બે હાઇકોર્ટે રદ કરી
બેન્ચે કહ્યું કે જે રીતે તોડફોડ કરવામાં આવી તે ગેરકાયદે હતી. એવું ખોટા ઇરાદા સાથે કરવામાં આવ્યું હતું. જે અરજદારને કાયદાકીય મદદ લેવાથી રોકવાનો એક પ્રયાસ હતો. કોર્ટે ગેરકાયદે બાંધકામની બીએમસીની નોટિસ પણ ફગાવી દીધી છે.
9 સપ્ટેમ્બરે કંગનાની ઓફિસમાં તોડફોડ
બૃહન્મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ કંગનાની પાલીહિલની ઓફિસનો અમુક ભાગ ગેરકાયદે હોવાનું ગણાવ્યું હતું. જેને પગલે 9 સપ્ટેમ્બર કોર્પોરેશનની ટીમે કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી.
જેનો વિરોધ કરતા કંગનાએ કાયદાનો સહારો લીધો હતો. જેની સુનાવણી કરતા હાઇકોર્ટે તરફેણમાં ચુકાદો આપતા કંગના ખીલી (Kangna happy) ઊઠી છે. તેણે ટ્વીટરના માધ્યમથી પોતાની ખુશી વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ સામનામાં ઉદ્ધવનો ઇન્ટરવ્યૂ- ‘ED-CBIનો ડર કોને બતાવો છો?’
ટ્વીટમાં Kangna happyએ લખ્યું કે
When individual stands against the government and wins, it’s not the victory of the individual but it’s the victory of the democracy.
Thank you everyone who gave me courage and thanks to those who laughed at my broken dreams.
Its only cause you play a villain so I can be a HERO. https://t.co/pYkO6OOcBr— Kangana Ranaut (@KanganaTeam) November 27, 2020
” જ્યારે કોઇ વ્યક્તિ સરકારની સામે ઊભો થાય છે. જ્યારે તે જીતે છે તો તે વ્યક્તિની જીત નહીં પણ લોકતંત્રની જીત છે. તમારા બધાનો આભાર, જેમણે મને હિમ્મત આપી અને એ લોકોનો પણ આભાર જેઓ મારા તૂટેલા સપના પર હસ્યા હતા. તમારા વિલન બનવાનો માત્ર એક કારણ છે કે હું હીરો (Kangna happy)ની ભૂમિક ભજવી શકું.”
આ પણ વાંચોઃ કંગના-રંગોલીને 8થી12 જાન્યુઆરી વચ્ચે પોલીસ સમક્ષ હાજર થવા કોર્ટનું ફરમાન
બોમ્બે હાઇકોર્ટનો આદેશ Kangna happy news
બોમ્બે હાઇકોર્ટે કંગનાની ઓફિસનું મુલ્યાંકન કરવાનો આદેશ આપ્યો છે. જેનો રિપોર્ટ આગામી વર્ષે માર્ચ સુધી સોંપવાનો છે. ત્યાર બાદ BMC દ્વારા કંગનાને નુકસાની વળતર ચુકવવા અંગેનો ચુકાદો સંભળાવશે.
દરમિયાન કંગનાના વકીલે દાવો કર્યો એ છે કે ઓફિસનો 40 ટકા ભાગ તોડી પડાયો છે. જેમાં ઝૂમર, સોફા, અને દુર્લભ કલાકૃતિઓ સહિત કિંમતી સામાનનો સમાવેશ થાય છે. Kangna happy news