- તામિલનાડુમાંથી 1 લાખ, પુંચુચેરીમાંથી 7 હજારને સલામત સ્થળે ખસેડાયા
- તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં NDRFની 25 ટીમો તહેનાત કરાઇ
ચેન્નાઇઃ તમિલનાડુમાં વિનાશક વાવાઝોડું નિવાર (Nivar Cyclone) બુઘ-ગુરુવારની રાત્રે 2 વાગે કાંઠા પર ત્રાટકવાની દહેશત હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલ નિવાર વાવાઝોડું (Nivar Cyclone) બુધવારે રાત્રે 9 વાગે પુંડુચેરીથી 120 કિમીના અંતરે હતું. તેની ઝડપ જો કે 11 કિમી કલાકદીઠ હતી તે રાત્રે 2 વાગ્યા પછી દક્ષિણ કાંઠે ટકરાવવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્ય સરકારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે નિવાર વાવાઝોડા (Nivar Cyclone)નો સામનો કરવા તમામ તૈયારી કરી લીધી છે. જેમાં તામિલનાડુમાં 1 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ BREAKING:પ્રસિદ્ધ ફૂટબોલર ડિયાગો મારાડોનાનું નિધન
જ્યારે રાજ્યના 16 જિલ્લામાં ગુરુવારે રજા જાહેર કરી દેવાઇ છે. જેમાં ચેન્નાઇ, વેલ્લુર, કુડ્ડાલોર, વિલુપુરમ, નાગાપટ્ટનમ, થિરુવરુર, ચેંગાલપટ્ટુ અને પેરમ્લોર સામેલ છે. નેવીના બે જબાજ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
#WATCH | Tamil Nadu: Visuals from Marina Beach in Chennai as strong winds hit the region, sea turns rough.
#CycloneNivar is likely to cross between Mamallapuram and Karaikal during midnight today and early hours of 26th November, as per IMD pic.twitter.com/yBqgARoirS
— ANI (@ANI) November 25, 2020
સવાર પછી નિવાર વાવાઝોડું (Nivar Cyclone)આંધ્ર પ્રદેશના કરાઇકલ અને તામિલનાડુના મહાબલીપુરને ક્રોસ કરે તેવી સંભાવના છે. આ સમય દરમિયાન તેની ઝડપ વધીને 145 કિમીની થાય તેવી શક્યતા હોવાથી ભારે પવન ફૂંકાઇ શકે છે.
આ પણ વાંચોઃ ભારતમાં 300 દિવસમાં પાર થયા કુલ 92 લાખ COVID-19 કેસ, 24 કલાકમાં 44,376 કેસ, 481ના મોત
ચેન્નાઇ એરપોર્ટ 12 કલાક માટે બંધ કરાયો Nivar Cyclone news
નિવાર વાવાઝોડા (Nivar Cyclone)ને ધ્યાનમાં રાખી સાવચેતી રુપે ચેન્નાઇ એરપોર્ટ બુધવારે સાંજે 7થી ગુવારે સવારે 7 વાગ્યા સુધી 12 કલાક માટે બંધ કરી દેવાયો છે. અગાઉની 26 ફ્લાઇટ રદ કરી દેવાઇ હતી. Nivar Cyclone news
તામિલનાડુમાંથી એક લાખ અને પુંડુચેરીમાંથી 7 હજાર લોકોને સલામત સ્થળે શિફ્ટ કરાયા છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં NDRFની 25 ટીમો તહોનાત કરી દેવાઇ છે.