Gujarat Exclusive > દેશ-વિદેશ > ITBPએ રજૂ કર્યો નંદા દેવી પર્વતારોહીઓનો અંતિમ વીડિયો

ITBPએ રજૂ કર્યો નંદા દેવી પર્વતારોહીઓનો અંતિમ વીડિયો

0
301

ભારત તિબ્બત સીમા પોલીસ (ITBP)એ નંદા દેવી ઈસ્ટની ચોટી પર માઉન્ટેન કરવા નિકળેલ 8 સભ્યોની ટીમનો અંતિમ ક્ષણનો વીડિયો શેર કર્યો છે. આ ટીમ 25 મેના દિવસે લાપતા થઈ ગઈ હતી. આ ટીમના સાત લોકોના શબ મળી આવ્યા છે. આઈટીબીપીને 23 જૂને આ મૃતદેહ મળ્યા હતા.

આઈટીબીપીએ 8 જૂલાઈએ ટ્વિટર પર પર્વતારોહીઓનો વીડિયો શેર કર્યો. તે અનુસાર, જે જગ્યાથી પર્વતારોહીઓના શબ મળ્યા, ત્યાં આઈટીબીપીની સર્ચ ટીમને એક મેમરી વીડિયો ડિવાઈસ મળ્યો. આ ડિવાઈસમાં મળેલ વીડિયોમાં પર્વતારોહી પહાડ પર ચડતા નજરે પડી રહ્યાં છે.

10 મેના દિવસે 12 પર્વતારોહીઓની એક ટીમ નંદા દેવી ઈસ્ટ (સુનંદા દેવી) અને તેના પાસેની એક ચોટી પર ચડવા માટે નિકળી હતી. તે પછી આ ગ્રુપ 4 અને 8 સભ્યોના બે ગ્રુપમાં વહેંચાઈ ગયું હતું. આમાંથી 8 સભ્યોવાળો ગ્રુપ વર્લ્ડફેમસ બ્રિટિશ પર્વતારોહી માર્ટિન મોરાનના નેતૃત્વમાં આગળ વધ્યો હતો.

પર્વતારોહીઓના શબ મળ્યા બાદ આઈટીબીપીના ડીઆઈજી એપીડી નિંબાડિયાએ જણાવ્યું હતુ કે, આઈટીબીપીની દસ સભ્યવાળી ટીમે પિંડારી ગ્લેશિયરની તરફ નંદા દેવી ઈસ્ટની પશ્ચિમ ચોટી પર બરફમાં દબાયેલ સાત પર્વતારોહીઓના મૃતદેહોને ખોદીને બહાર નિકાળી લીધા છે. આ મૃતદેહોમાં એક મહિલા પર્વતારોહીનો પણ મૃતદેહ છે. આ સાથે તેમને જણાવ્યું કે, આઠમાં પર્વતારોહીના શબની શોધ-ખોળ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, આ પર્વતારોહી 25 મેના દિવસે ગુમ થયા હતા. આ ઘટના બાદ આઈટીબીના જવાનોએ ઓપરેશન ડેયર ડેવિલની શરૂઆત કરી અને ત્રણ જુલાઈએ સાત મૃતદેહ શોધી લીધા હતા. આઈટીબીપી અનુસાર આ વીડિયો 19,000 ફુટની ઉંચાઈથી લેવામાં આવ્યો છે.