Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં વીજ અકસ્માતમાં 835 માનવીએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં વીજ અકસ્માતમાં 835 માનવીએ જીવ ગુમાવ્યા

0
43
  • રાજયના 32 જિલ્લાઓમાં વીજ અકસ્માતે 1763 પ્રાણીઓના પ્રાણ લીધાં

  • આ અકસ્માતમાં મૃત્યુ પામેલાંના વારસદારોને સરકારે 1069 લાખથી વધુ રકમ વળતર પેટે ચુકવી

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વીજ અકસ્માતના કારણે 835 માનવીઓના મૃત્યુ નિપજયાં હતા. જયારે 1763 પ્રાણીઓના મોત નિપજયાં હતા. આ અકસ્માતમાં મુત્યુ પામેલાંના વારસદારો તથા મૃત્ક પ્રાણીઓના માલિકોને સરકાર તરફથી 1069.545 લાખની રકમ વળતર પેટે ચુકવવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ આકડાં જોતાં દર વર્ષે સરેરાશ 250થી વધુ માનવીના મૃત્યુ થાય છે જયારે 500થી વધુ પ્રાણીઓના વીજ અકસ્માતમાં મૃત્યુ પામતાં હોવાનું જણાય છે.

રાજયના ધારાસભ્યોએ રાજયના જુદા જુદા 32 જિલ્લાઓમાં 30-9-2020ની સ્થિતિએ છેલ્લાં ત્રણ વર્ષમાં વીજવાયરો તથા ખામી યુક્ત વીજ ઉપકરણોને લીધે સર્જાયેલા અકસ્માતમાં કેટલાં નાગરિકો અને પ્રાણીઓના મૃત્યુ થયાં અને અસરગ્રસ્તોને વળતર પેટે કેટલી રકમ ચુકવવામાં આવી હતી. તેની સાથે આવી ઘટના રોકવા માટે શું પગલાં ભરવામાં આવ્યા હતા તેવા પ્રશ્નો વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોનો ઉર્જાંમંત્રીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે, વીજ પ્રવહન અને વીજ વિતરણ જાહેર જનતાને સ્પર્શતી એવી બાબત છે કે, વીજ તંત્રના કાબુ બહારના વીજ તંત્રના કાબૂ બહારના સંજોગોને કારણે વીજ અકસ્માતો થતાં હોય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ખુલ્લા વીજ વાયરોના કારણે અકસ્માત થતાં નથી. પરંતુ કુદરતી આફતો/ આકસ્મિત સંજોગોના કારણે ખુલ્લા વીજ પુરવઠાના સાધનોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવવાથી નાગરિકો અને પ્રાણીઓના મુત્યુ થતા હોય છે. અસરગ્રસ્તોને વળતર પેટે રકમ પણ ચુકવવામાં આવે છે.

અકસ્માત રોકવા શું લેવાય છે પગલાં

તેમણે અકસ્માત થતાં રોકવા માટે વીજ કંપનીઓ દ્વારા લેવામાં આવતાં પગલાંઓ જણાવતાં ઉમેર્યું હતું કે, વિજ કંપનીના અધિકારીઓ દ્વારા સમયાંતરે ખેડૂત શિબિર અને વીલેજ મીટીંગનું આયોજન કરીને સ્થાનિક નાગરિકોને વીજ સુરક્ષા અંગેની વિવિધ જાણકારી આપવામાં આવે છે. સામાન્ય નાગરિક વીજ સુરક્ષા બાબતે સંવેદનશીલ થાય તે માટે વીજ કંપનીઓ દ્વારા જાહેર માર્ગો, જાહેર સ્થળો, વિવિધ સરકારી કચેરીઓ, વીજ કચેરીઓ વગેરે સ્થળોએ વીજ સલામતીને લગતા પોસ્ટરો લગાડવામાં આવે છે અને તેના દ્વારા જનજાગૃત્તિ ફેલાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

જાહેર સમારંભોમાં સુરક્ષાને લગતા પરિસંવાદો યોજવા, સુરક્ષા સંબંધિત બેનર્સ યોગ્ય જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવે છે. લોકલ વર્તમાનપત્રોમાં સમયાંતરે સામાન્ય નાગરીકોની સલામતિ બાબતે પ્રેસનોટ પ્રકાશિત કરી જનજાગૃત્તિ લાવવી, જાહેર સ્થળોએ કે જયાં વધારે માણસો ભેગા થતા હોયત્યાં સેફ્ટીની ફિલ્મ બતાવવી, સલામતિને લગતા પેમ્ફલેટ વિતરણ વગેરે કાર્યક્રમો દ્વારા સામાન્ય રીતે બનતાં અકસ્માતોના કારણો સાથે સમજ આપવામાં આવે છે. મકરસંક્રાતિના તહેવાર દરમિયાન વર્તમાન પત્રો સહિત મીડીઆમાં સલામતિથી તહેવાર ઉજવવા માટેના ધ્યાનમાં રાખવાના વિવિધ પાસાંઓની જાણકારી આપતી જાહેરાત પ્રકાશિત કરાવવામાં આવે છે.

આ ઉપરાંત વીજ કંપનીઓ દ્વારા ઉર્જા સંરક્ષણ/ સુરક્ષા સપ્તાહ ઉજવવામાં આવે છે. જે દરમિયાન તાલુકા કક્ષાએ પરિસંવાદો યોજવા- સ્કૂલ, કોલેજોમાં નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજી નાનપણથી જ નવી પેઢીમાં ઉર્જા બચત તેમ જ વીજ સુરક્ષા વિશે અભિગમ સુદ્દઢ કરવા જેવા જરૂરી પગલાં લેવામાં આવે છે. વીજ કંપનીઓ દ્વારા સમયાંતરે લાઇન સ્ટાફને વીજ સુરક્ષા અંગેની તાલીમ આપવામાં આવે છે. તેમ જ પેટા વિભાગીય કચેરી ખાતે કામની વહેંચણીના સમયે સ્ટાફ દ્વારા વીજ સુરક્ષા અંગેના શપથ લેવામાં આવે છે.

છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કયા જિલ્લામાં કેટલાં મુત્યુ થયા

જિલ્લો           નાગરિકોના મુત્યુ પ્રાણીઓના મુત્યુ      કેટલું વળતર ચુકવાયું ( લાખમાં )
આણંદ 21 41 45.12
મહીસાગર 8 30 7.41
દાહોદ 11 38 14.04
પંચમહાલ 17 71 26.21
છોટા ઉદેપુર 12 32 15.555
વડોદરા 23 56 20.395
ભરૂચ 38 73 30.29
મહેસાણા 28 36 25.76
પાટણ 14 25 17.86
ગાંધીનગર 30 41 30.34
અમદાવાદ 32 78 42.24
જામનગર 34 84 77.92
જૂનાગઢ 24 57 28
ગીર સોમનાથ 17 90 50.93
નર્મદા 15 36 13.72
વલસાડ 31 35 0
તાપી 20 18 48.78
ડાંગ 3 10 0
કચ્છ 47 176 67.73
બનાસકાંઠા 22 57 23.11
સાબરકાંઠા 17 40 47.6
અરવલ્લી 15 45 0
સુરેન્દ્રનગર 31 92 46.69
મોરબી 33 31 0
રાજકોટ 53 80 53.04
પોરબંદર 7 40 0
દેવભૂમિ દ્રારકા 12 37 36.4
અમરેલી 41 55 46.55
ભાવનગર 37 80 81.45
સુરત 104 133 149.05
નવસારી 28 42 23.42
બોટાદ 10 8 0
કુલ                      835 1767 1069.545

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat