- નરેશ કનોડિયાના અંતિમ દર્શન માટે ગુજરાતી ફિલ્મ જગતની હસ્તિઓ રહી હાજર gandhinagar news gujarati
ગાંધીનગર: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોના વાઈરસના સંક્રમણના કારણે અવસાન થઈ ગયું છે. 77 વર્ષના નરેશ કનોડિયા છેલ્લા 4 દિવસથી હોસ્પિટલમાં હતાં. અમદાવાદ સ્થિત યુએન મેહતા ઈન્સ્ટીટ્યૂટમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન આજે સવારે નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા હતા. નરેશ કનોડિયાના અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
ગુજરાતી સુપરસ્ટારના દુ:ખદ અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનની બહાર દર્શન માટે એમ્બ્યૂલન્સ ઉભી રાખવામાં આવી હતી. જ્યાં આશરે 2000 જેટલા લોકો તેમના અંતિમ દર્શન માટે એકઠા થયા હતા. gandhinagar news gujarati
આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ જગતની લોકપ્રિય બંધુ બેલડી મહેશ-નરેશની જોડીના Unseen PHOTOS
નરેશ કનોડિયાના અંતિમ દર્શન માટે તેમના સગા-સબંધી, સ્થાનિક આગેવાનો સહિત ફિલ્મ જગતની જાણીતી હસ્તિઓ જેવી કે અરવિંદ વેગડા, રોમા માણેક અને મમતા સોની જેવા કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. નરેશ કનોડિયાને ગાંધીનગર સ્થિત સેક્ટર 30માં આવેલા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપવામાં આવશે. gandhinagar news gujarati
જણાવી દઈએ કે, નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હતા. આજે પણ તેમની ખાસી એવી ફેન ફૉલોઈંગ છે. નરેશ કનોડિયાને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અમિતાભ બચ્ચન ગણવામાં આવતા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મ જગતમાં મહેશ-નરેશની જોડી ઘણી જ લોકપ્રિય હતી. નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપવા ઉપરાંત ગાયક પણ હતા. મહેશ કનોડિયાનું પણ બે દિવસ પહેલા જ 83 વર્ષની વયે બીમારીના કારણે અવસાન થયું હતુ. જેના બે દિવસ બાદ જ તેમના નાનાભાઈ નરેશ કનોડિયાએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. gandhinagar news gujarati
નરેશ કનોડિયા રાજનીતિ સાથે પણ જોડાયેલા રહ્યાં છે. તેમણે પાટણ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને જીત મેળવી હતી. જ્યારે તેમના ભાઈ મહેશ કનોડિયા 5 વખત ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. હવે નરેશ કનોડિયાનો પુત્ર હિતૂ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હોવાની સાથે ઈડર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પણ છે. gandhinagar news gujarati