Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજકીય સન્માન સાથે માધવસિંહ સોલંકીને અપાઈ અંતિમ વિદાય, પુત્ર ભરતસિંહે આપી મુખાગ્નિ

રાજકીય સન્માન સાથે માધવસિંહ સોલંકીને અપાઈ અંતિમ વિદાય, પુત્ર ભરતસિંહે આપી મુખાગ્નિ

0
81

ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો (Madhavsinh Solanki) પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. જે બાદ આજે રાજકીય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આજે માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki) પાર્થિવ દેહને ગાંધીનગર સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રદેશ કોંગ્રેસના કાર્યાલયમાં માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ તેમના અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. માધવસિંહ સોલંકીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) વતી બાલાસાહેબ થોરાટ અને ટીએસ સિંઘ દેવે માધવસિંહને (Madhavsinh Solanki) પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ પાલડી સ્મશાન ગૃહ ખાતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં માધવસિંહના પુત્ર ભરતસિંહ સોલંકીએ મુખાગ્નિ આપી હતી.

આ પણ વાંચો:  PM KISAN: 20 લાખથી વધુ અયોગ્ય લાભાર્થીઓને મળ્યા ₹ 1364 કરોડ, RTIમાં થયો ખુલાસો

જણાવી દઈએ કે, ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના (Vijay Rupani) અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki) દુખદ અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મંત્રી મંડળના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકીના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી હતી.

આટલું જ નહીં, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહના નિવાસસ્થાને જઈને તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. CM રૂપાણીએ (Vijay Rupani) માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki) સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. આ સાથે જ સ્વ. માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki) અંતિમ સંસ્કાર પણ સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9