Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > “બચ ગઇ તો લે જાના,મર ગઇ તો દફના દેના..” આ હતી આયેશાની અંતિમ વેદના

“બચ ગઇ તો લે જાના,મર ગઇ તો દફના દેના..” આ હતી આયેશાની અંતિમ વેદના

0
503

અમદાવાદની વધુ એક બહેન-દિકરી લોભિયા દહેજ વાંચ્છુઓની શિકાર બની ગઇ

અમદાવાદઃ અમદાવાદની આયેશા (Last call of Aysha)એ દહેજ લાલચુ સાસરિયાના ત્રાસથી કંટાળી બે દિવસ પહેલાં આ ફાની (મટનારી) દુનિયા છોડી દીધી. પરંતુ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા તેના ઓડિયો અને વીડિયો હવે દરેક દિકરીના બાપને કંપાવી રહ્યા છે. તેનો દુઃખી પીડાદાયક અવાજ કાનોમાં ગુંજી રહ્યો છે. તે સાંભળીને સૌના મનમાં વિચાર આવી રહ્યો છે કે ક્યાં સુધી બહેન-દિકરીઓ દહેજના ખપ્પરમાં હોમાતી રહેશે?

અમદાવાદની આયેશાએ જીવન ટુંકાવતા પહેલાં પોતાના મા-બાપ સાથે કરેલી વાતચીત અને તેમાં પિતાની પુત્રીને ઘરે પરત આવી જવાની કાકલુદી સાંભળીને કઠણ કાળજા માનવીનું મન પણ હચમચી ઊઠશે.

વીડિયોમાં હસતા મુખે બોલી રહેલી આયેશા ઓડિયોમાં તદન ભાંગી પડેલી, જીવનથી હતાશ, જીવવાની કોઇ ઇચ્છા નહીં ધરાવતી એક અબળા નારીની જેમ એક જ વાત વારંવાર કહેતી સંભળાય છે કે

“મોમ…. ડેડ બસ બહોત હો ગયા અબ મેં થક ગઇ હું….. મુઝે નહીં જીના, મેં મરના ચાહતી હું.

સામે આયેશાના મા-બાત તેને કુર્રાન અને જેમના પાક નામ પરથી પુત્રીનું નામ પાડવામાં આવ્યું તે હજરત પૈયગમ સાહેબનાં પત્ની આયેશા રદિઅલ્લાહ તઆલા અન્હોની કસમ આપી રહ્યા છે.

તેઓ કહે છે કે બેટા જો તારુ નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યું છે. તને આયશા રદિઅલ્લાહનો વાસ્તો તુ ઘરે આવી જા…. પરંતુ આયેશા કહી રહી છે કે તેમનું નામ તો મળ્યું પણ તેમના જેવું નસીબ મને ક્યાં મળ્યું?

બસ બહુ થઇ ગયું હવે મારે જીવવુ નથી.”

આ પણ વાંચોઃ જુહાપુરામાં જાહેરમાં 4 ઈસમોએ મહિલાના કપડાં ફાડી જાનથી મારી નાખવાની ધમકી આપી

આયેશા (Last call of Aysha)ની માતા કહે છે કે બેટા કોઇ એવું પગલું ન ભરતી જેથી લોકો કહે કે

“અમારી દિકરીમાં જ ખોટ હતી. જેથી તેણે આત્મહત્યા કરી લીધી. ત્યારે આયેશા કહે છે કે લોકોને જે કહેવું હોય તે કહેવા દો બસ હવે બહુ થઇ ગયું મારે જીવીની શું કરવું છે. જ્યારે આરિફ મને લઇ જવા તૈયાર નથી . તે કહે છે કે કેસ પાછો લઇ લે…. મેં તેને કહ્યું હું તમારા વગર મરી જઇશ. …તે તેણે કહ્યું કે મરી જા વીડિયો ઉતારીને મને મોકલી દેજે… હવે તેમની આ જ મરજી છે તો મારે જીવવું નથી.. તેમને આઝાદી જોઇએ તો હું તેમને આઝાદી અપી દઇ છું.”

પિતા તેને ઘેર પરત આવી જવા સમજાવી રહ્યા છે. ત્યારે આયશા કહે છે… કે

“બચ ગયી તો લે જાના મર ગઇ તો દફના દેના…. આયેશાએ આત્મહત્યા કરતા પહેલાં 25મીએ ગુરુવારે બપોરે આશરે 4 એક વાગે માતા-પિતા સાથે વાત કરી હતી અને તમે જમ્યા કે નહિ એમ પૂછી ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં આઇશાએ મેં આરીફને ફોન કર્યો હતો, એવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો, શું કહ્યું તેણે એવું પૂછ્યું હતું. આઇશાએ જણાવ્યું, આરીફ મને સાથે લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ એવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા એમ કહી મને વીડિયો મોકલજે.”

“એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે”

ત્યાર બાદ આયેશાએ રિવર ફ્રન્ટ પર “એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે” શબ્દો સાથે હસતા-હસતા પોતાની પીડા અને આંસુઓ છુપાવી સાબરમતીમાં છલાંગ લગાવી દીધી હતી. પરંતુ તે પહેલાં આયેશાએ પતિ આરિફને એક વીડિયો મોકલ્યો હતો. જેના શબ્દો હતા……..

“હલો, અસ્સલામો અલયકુમ, મેરા નામ આયશા.. આરિફ ખાન… ઔર મેં જો કુછ ભી કરને જા રહી હું …ઇસ મેં કિસિકા જોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે?

બસ યે સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ…ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે? કેસ વિડ્રોલ કર દો. નહીં કરના…. આઇશા લડાઈઓ કે લિએ નહીં બની હૈ. પ્યાર કરતે હૈ આરિફ સે ઉસે પરેશાન થોડી ન કરેગે?

અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઔર ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ?

મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહીં કોઇ કમી રેહ ગઈ મુજ મેં, યા શાયદ તકદીર મેં. મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂં. અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’

‘એક ચીઝ જરૂર શીખ રહી હું કિ મોહબ્બત કરની હૈ તો દો તરફ કરો, ક્યોંકિ એકતરફા મેં કુછ હાંસિલ નહિ હોગા. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હૈ, એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી મુજે અપને આપ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો.. પ્લીઝ, જ્યાદા બખેડા મત કરના.

મૈં હવાઓ કી તરહ હૂં, બહના ચાહતી હૂ ઔર બહેતે રહના ચાહતી હૂં, કિસિકે લિયે નહિ રુકના. મૈં ખુશ હું આજ કે દિન… મુઝે જો સવાલ કે જવાબ ચાહિયે થે, વો મિલ ગયે. ઔર મુજે જિસકો જો બતાના થા વો સચ્ચાઈ બતા ચુકીં હૂં, કાફી હૈ, થેંક્યુ. મુજે દુઆઓં મેં યાદ કરના. કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.”

આ પણ વાંચોઃ ‘Rate ₹ 2500, Call Me’ અમદાવાદની સગીરાને કોલગર્લ બતાવી ફેસબૂક પર ફોટો અપલોડ કર્યો

આયેશાના પિતા સિલાઇ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે

આયેશા (Last call of Aysha)ની વિતક કથા કંઇ એવી છે. વટવાના અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઇકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં આયેશા… જેને તેઓ વ્હાલથી સોનુ કહીને બોલાવતા હતા. તે ઉપરાંત મોટી દિકરી હિના. જેના લગ્ન થઇ ગયા છે. મોટો દિકરો આમિર અને નાનો દિકરો અરમાન છે.

2018માં રાજસ્થાનના જાલોરના વતની આરિફ સાથે લગ્ન

આયશા ઉર્ફે સોનુના લગ્ન 2018માં રાજસ્થાનના જાલૌરમાં રહેતા આરિફ ખાન સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદથી આરિફ અને સાસરિયાવાળા આયેશાને દહેજ માટે ત્રાસ આપતા હતા.

લગ્નના થોડા મહિના બાદ જ ડિસેમ્બર 2018માં આરિફ દહેજ માટે ઝઘડો કરી પિયરમાં મૂકી ગયો હતો. પછી સમાજના લોકોએ ભેગા થઇ સમાધાન કરાવ્યો હતો. ફરી 2019માં આયેશાને પાછા પિયરમાં મૂકી ગયા હતા. ત્યારથી તે માતા-પિતા સાથે રહેતી હતી. શિક્ષિત આયેશા પરિવાર પર બોજ ન બને તે માટે નોકરી પણ કરતી હતી.

આરિફ રુપિયા દોઢ લાખ પણ લિઇ ગયો હતોઃ પિતા લિયાકત

દરમિયાન આરિફે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી. જે સિલાઇ કામ કરી પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવતા પિતા લિયાકત અલીએ કરી આપ્યા હતા. પરંતુ આરિફ અને તેના પરિવારની દહેજની ભૂખ મટી ન હતી. એવું લિયાકત અલીનું કહેવું છે.

બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનને ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતાં આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુઅલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી.

આ પણ વાંચોઃ રાજકારણ અને ધર્મ: દેશના વલણમાં કેમ ફેરફાર થઇ રહ્યો છે?

Aysha_Arif

Aysha_Arif

આરિફે કહ્યું હતું, મરવુ હોય તો મર, મને વીડિયો મોકલજે

બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન (Last call of Aysha)કર્યો અને તમે જમ્યા કે નહિ એમ પૂછી ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં આઇશાએ મેં આરિફને ફોન કર્યો હતો, એવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો, શું કહ્યું તેણે એવું પૂછ્યું હતું. આઇશાએ જણાવ્યું, આરિફ મને સાથે લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ એવું કહેતા આરિફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા એમ કહી મને વીડિયો મોકલજે. આમ કહેતાં આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat