Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના વાયરસના વધી રહેલા કેસમાં તબલિગી જમાતનો મોટો હાથ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

કોરોના વાયરસના વધી રહેલા કેસમાં તબલિગી જમાતનો મોટો હાથ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

0
2102

રાજયમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે,જેના કારણે તંત્રમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વધી રહેલા કહેર સામે પોલીસ લોકોને વારવાર ઘરમાં રહેવાની અપીલ પણ કરી રહી છે. જો કે શહેરના કેટલાક લોકો કોઈના કોઈ બહાના સાથે ઘરની બહાર નિકળે છે. આજરોજ આ ભયજનક વાતાવરણ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, તબલિગી જમાતે તંત્રને સહકાર ન આપીને અને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છૂપાવીને રાજ્ય અને દેશમાં કોરોના વાયરસ ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. અહીં પત્રકારો સાથે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં જે હિંદુ મુસાફરો એરપોર્ટ પર આવ્યા તેમણે મુસ્લિમ ધર્મના લોકોની જેમ કોઈ નખરા નહોંતા કર્યા અને તંત્રની સૂચનાઓનું પાલન કર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું છે કે,‘પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોમાં પણ આપણે સરકારની સૂચનાઓના ઉલ્લંઘનની વાત સાંભળી નથી. કમનસીબે ભારતમાં કેટલાક ઉદ્દામવાદી અને ધર્મ ઝનૂની અફવા ફેલાવી રહ્યા છે કે તે તેમના ધર્મને નુકસાન પહોંચાડશે.’ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તબલિગી જમાતના લોકોએ કોરોનાવાયરસ ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો. દિલ્હીથી પોત-પોતાના રાજ્યોમાં પાછા ફર્યા બાદ તેમણે તંત્રને જાણ કરવી જોઈતી હતી. તેનાથી ફેલાવો રોકી શકાયો હોત. ગુજરાતમાં વિદેશથી આવેલા મોટાભાગના પ્રવાસીઓ હિંદુ હતા તેમ જણાવતા તેમણે કહ્યું કે, તેમાંથી કોઈએ નખરા નહોંતા કર્યા અને સૂચનાઓનું પાલન કર્યું હતું અને ક્વારન્ટીનમાં રહેવાનું પસંદ કર્યું હતું.

તેમણે કહ્યું કે, ‘જો જમાતના સભ્યોએ એવું જ કર્યું હોત અને તંત્રને જાણ કરી હોત કે મેડિકલ ચેક-અપ માટે આગળ આવ્યા હોત તો ફેલાવાની તીવ્રતા ઓછી હોત. તેમણે સમજવું જોઈએ કે તેમની હરકત માત્ર લઘુમતી સમાજને જ મોટાભાગે અસર કરશે.

રાજયના ડીજીપીનો આદેશ: લોકડાઉનનાં છેલ્લા દિવસોમાં પોલીસ શક્તિથી કામ લેશે