Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લાના કરજણ ડેમનું પાણી છોડાતા 300 એકર જમીનોના કેળના પાકને મોટુ નુકશાન

નર્મદા જિલ્લાના કરજણ ડેમનું પાણી છોડાતા 300 એકર જમીનોના કેળના પાકને મોટુ નુકશાન

0
560

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમમાંથી 91 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને રાત્રે ફરી 85 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. એક જ દિવસમાં પાણી આટલી માત્રામાં છોડાયું. ત્યારે કરજણ બે કાંઠે વહેવા લાગી જેને કારણે કિનારાના નીચાંણવાળા ખેતરોમાં પાણી ભરાયા હતા. માત્ર હાલ એક ગામની વાત કરીએ તો નાંદોદના હજરપુરા ગામે 300 એકર જમીનનોમાં પાણી ફરી વળ્યાં અને 10થી 12 ફુટ ઉંચી કેળ પણ પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી. હજુ આ ખેતરોમાં પાણી ઓસર્યા નથી મોંઘા દાંત ટીસ્યુ અને બિયારણો મરી ગયા તો કેટલાકના ધોવાઈ ગયા અને ઉભી કેળો પાણીમાં ગરકાવ થઇ. આ નુકસાન પાછળ જવાબદાર કરજણ ડેમના સંચાલકો છે જો ધીરે-ધીરે પાણી છોડે તો આ ખેડૂતોને નુકશાન ના થાત.

હજરપુરા ગામના શિવલાલ પટેલ,હર્ષદ પટેલ,જગદીશ પટેલ સહિતના ખેડૂતોના ખેતરો ધોવાણ થઇ ગયા. જ્યારે હસમુખ પટેલ, ભદ્રેશ પટેલ,હેમંત પટેલ,આશિષ પટેલ,શંકર પટેલ સહિત અનેક ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયું છે. નદી કિનારા પર આવેલ આ ખેતરોમાં કાયમ મુશ્કેલી રહેતી હોય લાંબી અને ઉંચી પ્રોટેક્શન વોલ બનાવે તે જરૂરી છે. સાથે આ નુકશાની માટે કરજણ જળાશય યોજના વળતળ આપે એવી માંગ ઉઠી છે.

આ બાબતે સ્થાનિક ખેડૂત ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા હાજરપુરા ગામ ખાતે નીચાણ વાળા ભાગમાં 300 એકર જમીન આવેલી છે. અમે બધા કેળાની ખેતી કરીએ છે. કરજણ ડેમના સત્તાધીશોને અમે મળીને હંમેશા કેહતા રહીએ છે કે ધીરે-ધરે પાણી છોડજો. તો પણ આમ પાણી સંગ્રહ કરી રાખે છે અને પછી એકદમ છોડી દે છે. આજે એટલું મોટું નુકસાન છે કોને કહેવું,એક એક ખડૂતને લાખોનું નુકસાન થયું છે. હવે સરકાર અમને આ નુકશાનીનું વળતળ આપે એ જરૂરી બન્યું છે.અમારી આખી સીઝનની કમાણી ધોવાઈ ગઈ છે.

વડોદરાની ગંધારા સુગર ફેકટરીના કર્મચારીઓનો પગાર મુદે હોબાળો