અમદાવાદના કાંકરીયા ખાતે સહેલાણીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારની રજાઓમાં લોકો પરિવાર સાથે કાંકરીયાની મુલાકાતે દેખાઈ રહ્યા છે. કાંકરીયા ખાતે બાળકો, યુવાનો અને વડીલો માટેની એક્ટીવિટીનો સમાવેશ થાય છે. કાંકરીયા ખાતે બોટીંગ, ઝુ, નોક્ટરનલ ઝુ, કિડ્સ સીટી, બાલવાટીકા, સ્પોર્ટસ એક્ટીવિટી તથા અટલ અક્સપ્રેસ અને સ્વર્ણિમ એક્સપ્રેસ જેવા આકર્ષણોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. કાંકરિયા ખાતે દરેક આકર્ષણોને માણવા લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે.
દિવાળીના પર્વ સાથે જ કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈ લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની જ ભીડ દેખાય છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ટૂરીસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયું છે. ભુજમાં આવેલ પ્રાગમહેલ, મ્યુઝીયમ તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળોપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે, તેવી રીતે અમદાવાદના કાંકરિયા ખાતે પણ મોટી સંખ્યામાં નાના મોટા સૌ કોઈનો ધસારો જોવા મળી રહ્યો છે.
દિપોત્સવીના પર્વ સાથેજ કચ્છ ટૂરીસ્ટ ડેસ્ટીનેશનમાં ફેરવાઈ ગયું છે. કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છ પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. માંડવીનો બીચ હોય કે માતાના મઢ- નારાયણ સરોવર-કોટેશ્વર કે લખપત સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.
કચ્છમાં ફરવા આવતાં પ્રવાસીઓ મોટાભાગે ભુજમાં જ રોકાતાં હોઈ સવાર પડેને ભુજનાં જોવાલાયક સ્થળો પર મુલાકાતીઓ ઉમટી પડે છે. ભુજનુ નૂતન સ્વામિનારાયણ મંદિર હોય કે ભુજનું મ્યુઝિયમ કે પછી પ્રાગમહેલ સર્વત્ર બસ પ્રવાસીઓ જ પ્રવાસીઓ નજરે પડે છે.