Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જીવરાજ મહેતા હોસ્પિટલમાં લોકોની સારવાર કરનાર સ્વાસ્થય કર્મીઓને મકાન માલિકે ઘરથી હાંકી મુક્યા

જીવરાજ મહેતા હોસ્પિટલમાં લોકોની સારવાર કરનાર સ્વાસ્થય કર્મીઓને મકાન માલિકે ઘરથી હાંકી મુક્યા

0
592

અમદાવાદમાં આવેલ જીવરાજ મહેતા હોસ્પિટલમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવેલા દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર-નર્સ સહિત 100 લોકોના સ્ટાફને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આથી જીવરાજ પાર્ક અને પાલડીમાં પીજી તરીકે રહેતી 5 સ્વાસ્થય કર્મીઓને મકાન માલિકે ઘરથી હાંકી દીધી છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોમાં હાલ ભારે ભય પણ જોવા મળી રહ્યો છે. એક સાથે શહેરમાં ગતરોજ 50 કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં જોવા મળ્યું છે. જો કે શહેરના જીવરાજ પાર્ક હોસ્પિટલમાં કોરોના વાયરસના કેસ સામે આવતા તમામ ડોક્ટર અને સ્વાસ્થય કર્મીઓના 100 લોકોના સ્ટાફને હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જો કે મહત્વની વાત એ છે કે, અત્યારના સમયમાં કોરોના સામે લડવા માટે સૌથી મોટો હિસ્સો ડોક્ટરનો છે, જે પોતાની જીંદગીની પરવા કર્યા વિના લોકોની સારવાર કરી રહ્યા છે. પરતું એક કિસ્સો એવો પણ પ્રકાશમાં આવ્યો છે જેમાં જીવરાજ પાર્ક ખાતે 5 જેટલી સ્વાસ્થય કર્મીઓ ભાડે મકાન રાખી રહે છે અને તે તમામ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવે છે. આજ રોજ આ બાબતની જાણ મકાન માલિકને થતા તેણે આ તમામ લોકોને ઘરમાંથી હાંકી મુકી છે. આ વાતની જાણ તંત્રને થતા તેઓએ તાત્કાલિક હોસ્પિટલનો 3 માળ ખાલી કરી દીધો હતો અને તમામ ડોક્ટર અને સ્વાસ્થય કર્મીઓને ત્યાં કોરોન્ટાઈન કરી દીધા છે.

રાજકોટનો હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તાર ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરાયો

રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, આ વિસ્તારમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની શોધખોળ માટે 1 હજારથી વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓના કાફલાને કામે લગાડવામાં આવ્યો છે. આ સ્વાસ્થ્ય સૈનિકો ઘરે-ઘરે જઈને શરદી, ઉધરસ અને તાવના લક્ષણ ધરાવતા લોકોનો કોરોના ટેસ્ટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આથી હવે આ વિસ્તારમાં રહેલા લોકોને પોતાના ઘરોમાંથી બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી છે.

કોરોના સંકટ: રાજકોટનો હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તાર ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરાયો