Gujarat Exclusive > ગુજરાત > મૂળદ સરકારી જમીન કેસની તપાસ પણ જિલ્લા પોલીસ પાસેથી આંચકી લેવાઈ

મૂળદ સરકારી જમીન કેસની તપાસ પણ જિલ્લા પોલીસ પાસેથી આંચકી લેવાઈ

0
139
  • 45 વીઘા સરકારી જમીન ખાનગી કરવાના ઇરાદે કૌભાંડ કરાયું હતું
  • કૌભાંડમાં નાયબ કલેક્ટરની ખોટી સહી અને બનાવટી સિક્કાનો ઉપયોગ કરાયો

સુરતઃ સુરત જિલ્લા પોલીસની કાર્યવાહી (land dispute-district police)સામે શંકા ઉપજાવે તેવી ઘટના બની રહી છે, કારણ કે બે દિવસ અગાઉ જ દુર્લભ પટેલ આત્મહત્યા કેસની તપાસ શહેર પોલીસને સોંપવામાં આવી હતી, ત્યારે કરોડોની સરકારી જમીન ખાનગી કરી વેચી દેવાનો કેસ પણ જિલ્લા પોલીસ પાસેથી આંચકી લઈ શહેર પોલીસને આપી દેવાયો છે. આમ જિલ્લા પોલીસની બેદરકારી કે અક્ષમતા તેમા છતી થઈ છે.

સુરત જિલ્લા પોલીસ હાલ ચર્ચામાં છે કારણ કે એક પછી એક મહત્વના કેસોની તપાસ તેમની પાસેથી આંચકી શહેર પોલીસને (land dispute-district police)આપવામાં આવી રહી છે. સુરતના સહકારી આગેવાન દુર્લભ પટેલ દ્વારા જમીન મામલે પોલીસ અધિકારીઓ અને અન્ય લોકોના દબાણને કારણે આત્મહત્યા કરવામાં આવી હતી.

સાત આરોપીની ધરપકડ બાદ તપાસની દિશા બદલાઈ

આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ થયા બાદ અચાનક કેસની તપાસ રાજ્ય પોલીસ વડાના આદેશથી જિલ્લા પોલીસ (land dispute-district police)પાસેથી તપાસ આંચકી ને શહેર પોલીસને આપી દેવામાં આવી હતી શા માટે રાજ્ય પોલીસ વડાએ આ પ્રકારનો આદેશ કર્યો હતો કે નહીં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.

બીજી તરફ શહેર પોલીસે ગુનાની તપાસ મળતાં તમામ આરોપીઓને પકડી આગળની તપાસ શરૂ કરી હતી બીજી તરફ મૂળદ ગામ માં બનેલી સરકારી જમીન ખાનગી નામે કરી લીધી મારવાના કૌભાંડમાં જિલ્લા પોલીસ તપાસ કરી રહી હતી આ કેસમાં કેટલાક લોકોની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે જમીનનો સાટાખત આત્મહત્યા (land dispute-district police)કરનાર દુર્લભ પટેલના પુત્ર, પુત્રવધુઓ અને જમાઈના નામ પર કરવામાં આવ્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દુર્લભ પટેલ આત્મહત્યા અને મૂળદ જમીન કેસમાં કોઈ કનેક્શન છે કે નહીં તે તપાસ કરી રહી હતી. ત્યારે ગુરુવારે આ કેસની તપાસ પણ સુરત શહેર પોલીસને સોંપી દેવામાં આવી છે.

શું છે મૂળદ જમીનો મામલો?

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં મુળદ ગામમાં આવેલી 45 વીંઘા સરકારી જમીન ખાનગી કરવાનું કૌભાંડ કરવાના ઇરાદે  2015માં નાયબ કલેક્ટરની બોગસ સહી અને બનાવટી સિક્કા વાપરી, હુકમ બનાવી સરકારી જમીનને ખાનગી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં  મામલતદારે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવાયુ હતું કે મૂળદ ગામે ખાતા  કુલ 45 વીઘા સરકારી જમીન પોતાના નામે કરવાનું કૌભાંડ પકડાયું હતું.

તપાસમાં સામે આવ્યું હતું કે જમીનનો સોદો પાડવા આરોપી હરીશ ચન્દ્રકાંત પટેલે ઓલપાડના જમીન દલાલ અબ્દુલ લતીફ નબી શેખ ને વારસાઈ સાથે એફિડેવિટ કરી આપી હતી. બાદમાં ઇસ્માઇલે સરકારી જમીન ખાનગી નામે કરી આપવાની તૈયારી બતાવવા સાથે રૂપિયા ત્રણ કરોડની માંગણી કરી હતી.

જયારે 3 કરોડમાં ડીલ થતાં ઈસ્માઈલ શેખે તેને વર્ષ 2015 ના પ્રાંત પી.જી. પટેલની સહી અને સિક્કાથી બનાવેલ હુકની નકલ આપી હતી. તે નકલ અને હરીશની એફિડેવિટ સાથે રાખી અબ્દુલ લતીફે નકલમાં નોધ પાડવા ઓલપાડ ઇધરા શાખા ખાતે અરજી કરી હતી. ઇધરા શાખાના નાયબ મામલતદાર ઈશ્વર પટેલને ખબર હોવા છતાં તેમણે અબ્દુલ શેખની મીટીંગ મામલતદાર નાગર માધુ ચૌહાણ સાથે કરાવ્યા બાદ મામલતદાર ને નોધ પાડવાની સત્તા ન હોવા છતાં પોતાના આઈડીથી કાચી નોધ પાડી હતી.

જયારે આ બાબત ઓલપાડ પ્રાંત આર.સી. પટેલ ને ધ્યાને આવતા તેમણે ખાતાકીય તપાસ કરાવી હતી. તત્કાલીન પ્રાંતની ખોટી સહી અને સિક્કાથી બનાવેલ બોગસ હુકમને આધારે કાચી નોધ પાડી કૌભાંડ થયાનું બહાર આવ્યું. આ મામલે તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.