રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળ રહ્યું છે. લાલુ યાદવના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે હોસ્પિટલમાંથી ઓપરેશન બાદ વીડિયો ટ્વીટ કર્યો છે.
તેમણે કહ્યું કે હવે લાલુ પ્રસાદ યાદવને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. દાતા રોહિણી આચાર્ય અને લાલુ પ્રસાદ યાદવ બંને સ્વસ્થ છે.
લાલુ યાદવનું ઓપરેશન સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. તેમને કિડની આપનાર તેમની પુત્રી રોહિણી આચાર્ય સિંગાપોરમાં રહે છે.
पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया।
डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2
— Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022
ગયા મહિને લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી રોહિણી આચાર્યની કિડની મેચ થઈ હતી.
આરજેડી ચીફ લાલુ લાંબા સમયથી અનેક બીમારીઓથી પીડિત છે. તેને ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ પણ છે.