Gujarat Exclusive > દેશ-વિદેશ > ચારા કૌભાંડના ડોરાંડા કેસમાં લાલુ પ્રસાદ દોષિત, 21 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત

ચારા કૌભાંડના ડોરાંડા કેસમાં લાલુ પ્રસાદ દોષિત, 21 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત

0
5

દેશના બહુચર્ચિત ચારાકૌભાંડના સૌથી મોટા (ડોરંડા ટ્રેઝરીથી 139.25 કરોડના કૌભાંડ) કેસમાં મંગળવારે આજે ચુકાદો આવી ગયો છે. CBIની સ્પેશિયલ કોર્ટે RJD સુપ્રીમો લાલુ યાદવ સહિત 75 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 24 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સજાની જાહેરાત 21 ફેબ્રુઆરી થશે. RJD સુપ્રીમોને દોષિત જાહેર કર્યાની માહિતી બહાર આવતાં પટનાથી લઈને રાંચી સુધીમાં સમર્થકો નારાજ થઈ ગયા હતા.

કોર્ટમાં સુનાવણી પહેલાં લાલુના વકીલ પ્રભાત કુમારે કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવની ઉંમર 75 વર્ષ કરતાં વધુ છે. લાલુ યાદવ હાલ જેલ જવાની સ્થિતિમાં નથી. આ સંજોગોમાં કોર્ટમાંથી રાહત મળવાની અપેક્ષા છે. પહેલાંના કેસમાં સંજોગો અલગ હતા, હવે સંજોગો અલગ છે. આ કેસમાં 10 મહિલા આરોપી પણ છે.

29 જાન્યુઆરીએ CBIના સ્પેશિયાલિસ્ટ એસ.કે. શશિએ કોર્ટની દલીલ પૂરી થયા પછી 15 ફેબ્રુઆરી સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. દરેક આરોપીને કોર્ટમાં ફિઝિકલ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુનાવણીમાં હાજર રહેવા લાલુ 2 દિવસ પહેલાં 13 ફેબ્રુઆરીએ રાંચી પહોંચી ગયા હતા.

આ પહેલાં ચારાકૌભાંડના ચાર કેસ (દેવઘરમાં એક, દુમકામાં ટ્રેઝરીના બે અલગ-અલગ અને ચાઈબાસા ટ્રેઝરી સંબંધિત બે કેસ)માં લાલુ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેઓ અત્યારસુધી 6 વાર જેલ ગયા છે. અત્યારે પહેલાંના દરેક કેસમાં જામીન મળ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat