Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘જય જવાન-જય કિસાન’ સુત્ર આપનાર લાલબહાદૂર શાસ્ત્રીની જન્મજયંતી પર દેશ આપી રહ્યો છે શ્રદ્ધાંજલિ

‘જય જવાન-જય કિસાન’ સુત્ર આપનાર લાલબહાદૂર શાસ્ત્રીની જન્મજયંતી પર દેશ આપી રહ્યો છે શ્રદ્ધાંજલિ

0
620

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મીં જન્મજયંતિ હોવાની સાથે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની પણ 116મી જયંતી છે. સાદગીથી જીવતા શાસ્રી કુશળ નેતૃત્વ ધરાવતા ગાંધીવાદી નેતા હતા. શાસ્ત્રીનો જન્મ ઉત્તર પ્રદેશના મુગરસરાયમાં 2 ઓક્ટોબર 1904ના રોજ મુંશી બહાદૂર શાસ્રી તરીકે થયો હતો. તેઓ પોતાના ઘરમાં સૌથી નાના હોવાથી તેમને ઘરમાં નન્હે કરીને બોલાવવામાં આવતા હતા. તેમની માતાનું નામ દુલારી હતું, જ્યારે પિતાનું મુન્સી પ્રસાદ શ્રીવાસ્તવ હતું. શાસ્ત્રીની પત્નીનું નામ લલિતા દેવી હતું. તો ચાલો આજે આપણે શાસ્ત્રીના જીવનની રોચક વાતો પર એક નજર નાંખીએ…

લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાસ્ત્રીજીની સાદગી અને વિનમ્રતાથી લોકો પ્રભાવિત હતા. લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન બન્યા હતા.

શાસ્ત્રીનું જીવન દરેક યુવાનોને સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે. તેમનું જીવન સંદેશો આપે છે કે, તમારૂં જીવન ભલે અભાવોમાં વીતે, પરંતુ તમને સફળ અને સક્ષમ બનાવાથી કોઈ ન રોકી શકે. લાલ બહાદુર શાસ્ત્રીએ ઓછી સુવિધાઓ વચ્ચે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને દેશને નવી દિશા દર્શાવી. શાસ્ત્રીએ પોતાનું સમગ્ર જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું હતું. 16 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનું ભણતર છોડી દીધુ અને ગાંધીજીના અસહયોગના આંદોલનમાં જોડાઈ ગયા હતા.

શાસ્ત્રીજીના પ્રધાન મંત્રી બન્યા બાદ 1965માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું, જેમાં શાસ્ત્રીજીએ વિષમ પરિસ્થિતિઓમાં પણ દેશનું સુકાન સંભાળ્યું હતું. સેનાના જવાનો અને ખેડૂતોનું મહત્વ દર્શાવવા માટે તેમણે “જય જવાન જય કિસાન”નું સુત્ર પણ આપ્યું હતું.

 

લાલબહાદૂર શાસ્ત્રીએ 11 જાન્યુઆરી, 1966માં તાશકંદમાં અંતિમ શ્વાસ લીધા હતી. 10 જાન્યુઆરી 1966ના રોજ તાશકંદમાં પાકિસ્તાન સાથે શાંતિ સમજૂતિ પર કરાર કર્યાના 12 કલાક બાદ શાસ્ત્રીજીનું અચાનક અવસાન થયું હતું, લાલ બહાદૂર શાસ્ત્રીના મૃત્યુને આજે પણ શંકાની નજરથી જોવામાં આવે છે.

#GandhiJayanthiSpecial: દેશની સળગતી સમસ્યા કાશ્મીર વિશે ‘બાપૂ’ શું વિચારતા?