Gujarat Exclusive > આપણી જરૂરિયાત > લક્ષ્મી વિલાસ બેન્કના ગ્રાહકોએ 24 કલાકમાં 10 કરોડ રૂપિયા કાઢ્યા, કર્મચારીઓની છટણી નહી થાય

લક્ષ્મી વિલાસ બેન્કના ગ્રાહકોએ 24 કલાકમાં 10 કરોડ રૂપિયા કાઢ્યા, કર્મચારીઓની છટણી નહી થાય

0
97

નવી દિલ્હી: લક્ષ્મી વિલાસ બેન્કમાંથી રકમ કાઢવાની સીમા નક્કી થયા બાદ બુધવારથી તેની શાખાઓ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. માત્ર 24 કલાકમાં બેન્કમાંથી 10 કરોડ રૂપિયાથી વધુની રકમ કાઢવામાં આવી છે. બીજી તરફ RBI દ્વારા નિયુક્ત બેન્કના તંત્રએ કહ્યુ કે ડીબીએસ બેન્કમાં વિલય થવા પર તેના કોઇ કર્મચારીની છટણી કરવામાં નહી આવે અને તમામ 4 હજાર કર્મચારીઓને સમાવવામાં આવશે. Lakshmi Vilas Bank

મહત્વપૂર્ણ છે કે ભારતીય રિઝર્વ બેન્કે દક્ષિણ ભારત કેન્દ્રિત લક્ષ્મી વિલાસ બેન્કને એક મહિનાના મોરેટોરિયમ પર નાખી દીધા હતા. એમ કહેવામાં આવ્યુ કે આગામી એક મહિના સુધી બેન્કમાંથી કોઇ પણ ગ્રાહક 25 હજાર રૂપિયાથી વધુ કાઢી નહી શકે. આ સમાચાર આવતા જ ગ્રાહકોમાં ચિંતા વધી ગઇ હતી અને તેની બ્રાંચ સામે ભીડ જોવા મળી હતી. RBIના રકમ કાઢવાના આદેશ પછી લોકો બ્રાંચ સામે ઉમટી પડ્યા હતા. Lakshmi Vilas Bank

અફવાથી વધી મુશ્કેલી

બેન્તના એડમિનિસ્ટ્રેટર ટીએન મનોહરને કહ્યુ કે બેન્કની શાખામાં ભારે દબાણ છે અને લોકો પૈસા કાઢી રહ્યા છે. અફવાને કારણે ગ્રાહક પૈસા કાઢી રહ્યા છે, તેમણે કહ્યુ કે બેન્કની શાખામાંથી પૈસા કાઢવામાં વધારો થઇ શકે છે તથા દબાણ વધી શકે છે. જેને જોતા બેન્ક સીનિયર નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગ વગેરે ગ્રાહકો માટે સ્પેશ્યલ કાઉન્ટર બનાવવાનું વિચારી રહ્યા છે. Lakshmi Vilas Bank

5 લાખ સુધીની રકમ કાઢી શકો છો

ઇમરજન્સી સ્થિતિમાં બેન્કમાંથી 5 લાખ રૂપિયા કાઢી શકાય છે. સારવાર, લગ્ન, શિક્ષણ અને અન્ય માટે આ રકમ કાઢી શકાય છે પરંતુ તેની માટે ગ્રાહકોએ પુરાવા પણ આપવા પડશે. મનોહરને કહ્યુ કે RBIનું મોરેટોરિયમ 30 દિવસનો છે અને અમને વિશ્વાસ છે કે અમે ત્યાર સુધી સમાધાન સુધી પહોચી જઇશું. Lakshmi Vilas Bank

આ પણ વાંચો: લક્ષ્મી વિલાસ બેન્ક પર 1 મહિનાનો પ્રતિબંધ, ગ્રાહકો માત્ર 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે

કર્મચારીઓને રાહત

મહત્વપૂર્ણ છે કે રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્કના DBS બેન્કમાં વિલયના આદેશ આપ્યા છે પરંતુ બેન્કના રિઝર્વ બેન્ક દ્વારા નિયુક્ત પ્રશાસક ટીએન મનોહરને કહ્યુ કે તમામ કર્મચારીઓને ડીબીએસમાં સમાયોજિત કરી લેવામાં આવશે અને કોઇને કાઢવામાં નહી આવે. લક્ષ્મી વિલાસ બેન્કમાં આશરે 4 હજાર કર્મચારી છે. Lakshmi Vilas Bank

ત્રણ વર્ષથી સ્થિતિ ખરાબ

લક્ષ્મી વિલાસ બેન્કની નાણાકીય સ્થિતિ ત્રણ વર્ષથી ખરાબ હતી. જૂન 2020માં બેન્કનો capital adequacy ratio 0.17 ટકા પર પહોચી ગયો હતો જ્યારે તેને ઓછામાં ઓછો 9 ટકા હોવો જોઇતો હતો. નાણાકીય વર્ષ 2020 સુધી બેન્કની લોન બાકી 13,827 કરોડ રૂપિયા અને જમા 21,443 કરોડ રૂપિયા હતી.