Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુર હિંસા: રાજીનામાની માંગ વચ્ચે અજય મિશ્રા ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા

લખીમપુર હિંસા: રાજીનામાની માંગ વચ્ચે અજય મિશ્રા ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા

0
63

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં હિંસાની ઘટના બાબતે ઘમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ મુલાકાત કરી છે. જણાવી કે મિશ્રાના પુત્ર આશિષ પર લખીમપુર ખીરીમાં ખેડૂતોને જીપથી કચડી નાંખવાના આરોપ છે અને વિપક્ષ અજય મિશ્રાને મંત્રી પદેથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યાં છે.

રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મળી મંજૂરી 
ઉત્તરપ્રદેશની સરકારે હવે રાજનેતાઓને લખીમપુર જવા માટેની મંજૂરી આપી દીધી છે. હવે તેમને લખીમપુર જતાં અટકાવવામાં આવશે નહીં. પરંતુ એક પાર્ટીના માત્ર 5-5 નેતાઓનું ડેલિગેશન જ લખીમપુર જઇ શકશે.

હવે રાહુલ ગાંધીને પણ લખનઉ ખાતે અટકાવવામાં આવશે નહીં. સીએમ યોગી આદિત્યનાથની સાથે બેઠક બાદ અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીને 5 લોકો સાથે જવાની મંજૂરી મળી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અન્ય ત્રણ લોકોની સાથે લખીમપુર જઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat