Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુર કાંડ: યુપીના કાયદા મંત્રીની જાહેરાત, BJP માર્યા ગયેલા કાર્યકર્તાઓને શહીદનો દરજ્જો આપશે

લખીમપુર કાંડ: યુપીના કાયદા મંત્રીની જાહેરાત, BJP માર્યા ગયેલા કાર્યકર્તાઓને શહીદનો દરજ્જો આપશે

0
43

લખનઉં: ઉત્તર પ્રદેશના કાયદા મંત્રી બ્રજેશ પાઠકે લખીમપુર ખીરીમાં તિકુનિયા હિંસામાં માર્યા ગયેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના ડ્રાઇવર હરિઓમ મિશ્રા અને ભાજપના મંડળ મંત્રી શુભમ મિશ્રાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પરિવારને ન્યાયનો વિશ્વાસ અપાવ્યો હતો અને સાથે જ તમામ માંગ પુરી કરવાની વાત કરી હતી.

બીજી તરફ તેમણે ઘટનામાં માર્યા ગયેલા જિલ્લાના અન્ય 4 લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી નહતી. જેમાં બે ખેડૂત નછત્તર સિંહ અને લવપ્રીત સિંહ સિવાય ભાજપ કાર્યકર્તા શ્યામ સુંદર નિષાદ અને પત્રકાર રમન કશ્યપ સામેલ છે. મહત્વપૂર્ણ છેકે ઘટનામાં માર્યા ગયેલા બે અન્ય ખેડૂત ગુરવિંદર સિંહ અને દિલજીત સિંહ બહરાઇચ જિલ્લાના છે.

આ દરમિયાન બૃજેશ પાઠકે કહ્યુ કે શુભમ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને રિસીવ કરવા જઇ રહ્યા હતા. ભાજપ તેમણે પોતાની પાર્ટીમાં શહીદનો દરજ્જો આપશે, કાર્યવાહી થઇ રહી છે. દોષીઓને છોડવામાંનહી આવે, જલ્દી ધરપકડ થશે. ભાજપ શુભમના પરિવાર સાથે ઉભી છે, બીજી તરફ ઘટનામાં માર્યા ગયેલા અન્ય લોકોના પરિવાર સાથે મુલાકાતના સવાલ પર બૃજેશ પાઠકે કહ્યુ કે સ્થિતિ સામાન્ય થવા પર તે જરૂર મળવા જશે.

આ પણ વાંચો: પંજાબ-બંગાળમાં BSFની પાવર વધી, ગુજરાતમાં ઘટી

બાકી લોકોના પરિવારજનો સાથે મુલાકાત ના કરવા પર બૃજેશ પાઠકનું કહેવુ હતુ કે ભાજપ કાર્યકર્તા શ્યામ સુંદર નિષાદ અને પત્રકાર રમન કશ્યપના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે, જેથી તે ઘટનાસ્થળની નજીક રહેતા હતા, માટે તે વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થવા પર તે ત્યાનો પ્રવાસ કરશે. બીજી તરફ ખેડૂત પરિવારને મળવાને લઇને કહ્યુ કે એક વખત સ્થિતિ સામાન્ય બની જશે તો તે તેમના પરિવાર સાથે પણ વાત કરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat