Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુર ખીરી હિંસા: સુપ્રીમ કોર્ટે યુપી સરકારે લગાવી ફટકાર

લખીમપુર ખીરી હિંસા: સુપ્રીમ કોર્ટે યુપી સરકારે લગાવી ફટકાર

0
31

નવી દિલ્હી: લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના વકીલને ફટકાર લગાવવાની સાથે જ કોર્ટે આવતા અઠવાડિયા સુધી કોર્ટમાં તપાસ સબંધી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાના આદેશ જાહેર કર્યા છે.

સુનાવણીની શરૂઆતમાં યુપી સરકાર તરફથી રજૂ થયેલા વકીલ હરીશ સાલ્વેએ કહ્યુ કે અમને સીલ કવરમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની હતી, અમે સીલ કવરમાં દાખલ કરવા નહતુ કહ્યુ. માટે કાલ મોડી રાત સુધી અમે સ્થિતિ રિપોર્ટની રાહ જોઇ હતી. આ દરમિયાન હરીશ સાલ્વેએ કહ્યુ કે સુનાવણીને શુક્રવાર સુધી વધારી દો. જેની પર સીજેઆઇએ કહ્યુ, ના, અમે શુક્રવાર, શનિવારે નહી સાંભળીયે, રિપોર્ટ અત્યારે વાંચીશું.

કોર્ટે આ મામલે ખુદ સંજ્ઞાન લીધુ હતુ અને ગત સુનાવણીમાં તપાસમાં અસંતોષજનક પ્રગતિ માટે ઉત્તર પ્રદેશ પોલીસની ખેચાઇ પણ કરી હતી. સીજેઆઇએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે ઓછામાં ઓછા એક દિવસ પહેલા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની હતી, અમે સીલ કવરમાં દાખલ કરવા નહતુ કહ્યુ. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એનવી રમણાએ યુપી સરકારને કહ્યુ કે ફાઇલિંગ માટે જજ મોડી રાત સુધી રાહ જોતા, જે હવે અમને મળી શકી છે. સાલ્વેના અનુરોધ બાદ ન્યાયાધીશોએ મામલે શુક્રવાર માટે સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાને લખીમપુર ખીરીના તિકુનિયા ગામમાં બનેલી ઘટનામાં આરોપી હોવાના છ દિવસ બાદ પોલીસે ધરપકડ કરી હતી. આરોપ લગાવવામાં આવ્યો કે આરોપીની રાજકીય સ્થિતિને જોતા પોલીસે કાર્યવાહીમાં મોડુ કર્યુ હતુ.

આ પણ વાંચો: નારાયણ સાઇને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ફરલો પર લગાવી રોક

8 ઓક્ટોબરે યોજાઇ હતી સુનાવણી

કોર્ટે આઠ ઓક્ટોબરે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારને આરોપીઓની ધરપકડ ના કરવાના પગલા પર સવાલ ઉઠાવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat