Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુર ખીરી હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી

લખીમપુર ખીરી હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી

0
28

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં લખીમપુર ખીરીમાં ત્રણ ઓક્ટોબરે થયેલી હિંસા મામલે બુધવારે સુનાવણી યોજાશે. લખીમપુર ખીરી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. ચીફ જસ્ટિસ એનવી રમણ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની એક પીઠ સુનાવણી કરશે.

આ પીઠે આઠ લોકોની બર્બર હત્યા મામલે ઉત્તર પ્રદેશ સરકારની કાર્યવાહી પર આઠ ઓક્ટોબરે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે હજુ સુધી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીજેઆઇને એક પત્ર લખીને બે વકીલોએ ઘટનાની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી હતી. જેમાં સીબીઆઇને પણ સામેલ કરવામાં આવે. તે બાદ જ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી શરૂ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે ખેડૂતોનો એક જૂથ ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની યાત્રા વિરૂદ્ધ ત્રણ ઓક્ટોબરે પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે લખીમપુર ખીરીમાં એક એસયુવી કારે ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેનાથી ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ ભાજપના બે કાર્યકર્તાઓ અને એક ચાલકની માર મારીને હત્યા કરી નાખી હતી, જ્યારે હિંસામાં એક સ્થાનિક પત્રકારનું પણ મોત થયુ હતુ.

કોર્ટે આઠ ઓક્ટોબરે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારના આરોપીઓની ધરપકડ ના કરવાના પગલા પર સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: યુપી ચૂંટણીમાં 40% મહિલાઓને ટિકિટ આપશે કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીની જાહેરાત

મહત્વપૂર્ણ છે કે ખેડૂતોને અનેક સંગઠન ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઇને ગત વર્ષે નવેમ્બરથી આંદોલન કરી રહ્યા છે. પંજાબથી શરૂ થયેલુ આ આંદોલન ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ ફેલાઇ ગયુ હતુ. તેને લઇને ખેડૂત અનેક જગ્યાએ ભાજપ સરકારનો વિરોધ કરી રહ્યા છે. જ્યા પણ ભાજપ સરકારના મંત્રી કોઇ કાર્યક્રમ માટે જાય છે તો ખેડૂત પણ ત્યા પહોચે છે અને પછી વિરોધ કરે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat