લખીમપુર ખીરી કાંડમાં ચાર આરોપીની ધરપકડ પછી પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યુ કે યુવતીઓ સાથે પહેલા મિત્રતા કરવામાં આવી હતી. એસપીએ કહ્યુ કે બુધવાર બપોરે યુવકો ગામમાં આવે છે અને ફોસલાવીને યુવતીઓને ગામના જ એક ખેતરમાં લઇ જાય છે જ્યા તેમની સાથે શારીરિક સબંધ બનાવે છે, જેની પર યુવતીઓ લગ્નનું કહે છે અને આરોપીઓ તેમની હત્યા કરી નાખે છે. 3 ડૉક્ટરોની એક પેનલ પોસ્ટ મોર્ટમ કરી રહી છે.
Advertisement
Advertisement
લખીમપુર ખીરીના નિઘાસન વિસ્તારમાં બે સગી દલિત સગીર બહેનોની લાશ એક ઝાડ પર લટકેલી મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. મૃતક યુવતીઓની માતાનો આરોપ છે કે ત્રણ યુવક બાઇક પર આવ્યા હતા અને તેમની દીકરીઓને બળજબરી ઉઠાવીને લઇ ગયા હતા, તે લોકોએ જ તેમની દીકરીને મારીને ઝાડ પર લટકાવી દીધી હતી. ઘટના બાદ નિઘાસન વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે. આ ઘટનાએ 8 વર્ષ પહેલાની બદાંયૂ કાંડની ઘટનાની એક વખત ફરી યાદ અપાવી છે. જે સમયે આ ઘટના બની હતી તે સમયે અખિલેશ યાદવના નેતૃત્વ ધરાવતી સમાજવાદી પાર્ટીની સરકાર હતી. ઘટનાને લઇને ભારે વિવાદ થયો હતો. લખીમપુર ખીરીમાં જે ઘટના બની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથની સરકાર છે.
ઘટના બાદ ગુસ્સે થયેલા લોકોએ જામ કરી દીધો હતો અને પોલીસ વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ હતુ. ગ્રામીઓએ ઘટનાસ્થળ પર જઇ રહેલા એસપી સંજીવ સુમનને પણ ઘેરી લીધા હતા. જાણકારી અનુસાર નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ તમોલિનપુરવા બહાર એક દલિત પરિવાર રહે છે. બુધવારે ઘરે બે દીકરી અને તેમની બીમાર માતા હતી. આશરે પાંચ વાગ્યે ગામની નજીક 3 કિલોમીટર દૂર શેરડીના ખેતરમાં ઝાડ પર બે સગી બહેનોના શબ લટકતા મળ્યા હતા. બન્નેના શબ એક જ દુપટ્ટાથી એક ઝાડ પર લટકી રહ્યા હતા.
શું છે આખી ઘટના?
લખીમપુર એસપી અનુસાર, યુવતીઓની પાડોસમાં જ એક આરોપી છોટૂ રહે છે, તેને યુવતીઓની ઓળખ આરોપી સોહેલ અને જુનૈદ સાથે કરાવી હતી. સોહેલ અને જુનૈદ એક અન્ય આરોપી સાથે યુવતીઓને ફોસલાવીને બાઇક પર ખેતરમાં લઇ ગયો હતો. યુવતીઓનું અપહરણ થયુ નહતુ. તે પોતાની મરજીથી બાઇક પર ગઇ હતી પરંતુ ખેતરમાં સોહેલ અને જુનૈદે અલગ અલગ યુવતીઓ સાથે રેપ કર્યો હતો. તે બાદ જ્યારે યુવતીઓએ લગ્નની વાત કરી હતી. આ લોકોએ લગ્નનો ઇનકાર કર્યો હતો તે બાદ સોહેલ, જુનૈદ સહિત ત્રણ આરોપીઓએ દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. તે બાદ બે અન્ય આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા અને યુવતીઓને બીજી જગ્યાએ લઇ જઇને તેમણે ખેતરમાં લટકાવી દેવામાં આવ્યા હતા. આ બન્ને આરોપીઓએ પૂરાવા મિટાવવામાં મદદ કરી છે.
Advertisement