Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુર ખીરી કેસનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા જેલમુક્ત થતા રાકેશ ટિકૈત જશે સુપ્રીમ કોર્ટ

લખીમપુર ખીરી કેસનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા જેલમુક્ત થતા રાકેશ ટિકૈત જશે સુપ્રીમ કોર્ટ

0
5

નવી દિલ્હી : લખીમપપુર ખીરી કેસમાં મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને જામીન પર છોડવામાં આવ્યા હતા. જેને પગલે હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે તેઓ આ જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. અલ્લાહાબાદ હાઇકોર્ટે આશીષ મિશ્રાને 10મી ફેબ્રુઆરીએ જામીન આપ્યા હતા.

આ દરમિયાન રાકેશ ટિકૈતે આશિષ મિશ્રાના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરી લીધી છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવાથી ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે. દરમિયાન ટિકૈતે જામીનને સુપ્રીમમાં પડકારવાની સાથે સાથે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

ઉત્તર પ્રદેશની ચૂંટણી વચ્ચે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે પુરા દેશે લખીમપુર ખીરી ઘટનાની ટીકા કરી છે. આટલા જઘન્ય અપરાધમાં આશિષ મિશ્રા સામેલ હોવા છતા તેને ધરપકડના માત્ર ત્રણ જ મહિનામાં જામીન પર છોડી મુકવામાં આવ્યા છે. દરેક લોકો જોઇ રહ્યા છે કે તેને જેલમાંથી છોડી મુકવામાં આવી રહ્યા છે.

આ બધુ એટલા માટે થઇ રહ્યું છે કેમ કે તાનાશાહીની સરકાર છે. ગયા વર્ષે ત્રણ ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીમાં આ ઘટના બની હતી, જેમાં કાર ખેડૂતો પર ચડાવી દેવાઇ હતી. તેમાં કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા પણ હોવાના દાવા ખેડૂતો કરી રહ્યા છે. એવામાં મંગળવારે આશિષ મિશ્રાને જામીન પર જેલમાંથી છોડી મુકવામાં આવ્યા હતા. જેની ખેડૂતો દ્વારા ભારે ટીકા થઇ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat