Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત લાજપોર જેલ તંત્ર પર આરોપીના ગંભીર આક્ષેપ, જેલરે આરોપ ફગાવ્યા

સુરત લાજપોર જેલ તંત્ર પર આરોપીના ગંભીર આક્ષેપ, જેલરે આરોપ ફગાવ્યા

0
22

રાજ્યની સૌવથી હાઇ ટેક લાજપોર જેલમાંથી પૅરોલ પર છૂટી ને આવેલા હત્યાના આરોપી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે લાજપોર જેલમાં ગેરીતિ ચાલી રહી છે,જ્યારે જેલ પ્રશાશને આ મામલે આરોપી ખોટું બોલી રહ્યો હોવાનું જણાવ્યું છે.

સુરત શહેરમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની ગત વર્ષે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા 7 જણા સાથે આવ્યો હતો અને સૂર્યા મરાઠી પર 50 થી વધુ ઘા કરીને હત્યા કરીને નાસી ગયા હતા,જેમાં સીસી ટીવી પણ સામે આવ્યા હતા, ગુડગુડિયા વાળ વાળો દેખાઈ રહ્યો છે એ છે માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ અને સૂર્યા મરાઠે ની હત્યાના આરોપસર હાલ લાજપોર જેલમાં બંધ છે,જોકે પેરોલ પર છૂટી ને આવેલા આરોપી રાહુલે લાજપોર જેલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે જેલમાં કેટલીક ગેરરીતિ ચાલી રહી છે,ઉપરાંત જેલમાં આવેલા હાઈ સિક્યુરિટી સેલમાંથી બહાર કાઢવા માટે જેલના અંદર 50 હજાર રૂપિયા ની લાંચ માંગવામાં આવે છે.

લાજપોર જેલ તંત્રે સ્પષ્ટ જણાવ્યું હતું કે જેલની અંદર પણ આ આરોપી અને એની ટોળકી સીધા ના રહેતા હતા ,જેલની અંદર પણ રાહુલ એપાર્ટમેન્ટ ઝનૂની સભાવ રાખતો હતો અને માથાભારે ની છબી જેલની અંદર યથાવત રાખી હતી,એવું જેલ તંત્ર નું કહેવું હતું,જેલની અંદર પણ ત્રણ ખટલા કરવામાં આવ્યા છે,ઉપરાંત જેલ તંત્રે રાહુલ સામે પોલીસ ફરિયાદ પણ કરી છે.

ચાર દિવસની પેરોલ પર લાજપોર જેલથી છૂટી ને આવેલો આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ના ગંભીર આક્ષેપ સામે જેલ તંત્રે આ આરોપ ખોટા હોવાનું સ્પષ્ટ કરી દીધું છે,ગુનેગારને જેલમાં મોકલવામાં આવે છે કે જેલમાંથી સુધરી ને આવે,પરંતુ કેટલાક આરોપી જેલની અંદર પણ સુધરતા ના હોવાથી તેમની સામે અંદર પણ પગલાં ભરવામાં આવતા હોઇ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat