Gujarat Exclusive > દેશ-વિદેશ > શ્રમિકો માટે ખુશ ખબર! લેબર મિનિસ્ટ્રીએ લોન્ચ કર્યું નવું ટ્વીટર હેન્ડલ

શ્રમિકો માટે ખુશ ખબર! લેબર મિનિસ્ટ્રીએ લોન્ચ કર્યું નવું ટ્વીટર હેન્ડલ

0
75

નવી દિલ્હી: દેશના કરોડો નોકરિયાત અને શ્રમિક વર્ગના લોકો માટે ફાયદાના સમાચાર છે. હવે તમારે મજૂરી અને મોંઘવારી સાથે સંકળાયેલા આંકડાઓ માટે ભટકવું નહીં પડે. શ્રમ મંત્રાલય તરફથી એક નવું ટ્વીટર હેન્ડલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમામ આંકડાઓ રજૂ કરવામાં આવશે. આ ટ્વીટર હેન્ડલ ખુદ શ્રમ મંત્રી સંતોષ ગંગવાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, સરકાર દરમહિને મોંઘવારી અને રોજગારના આંકડા રજૂ કરે છે. કોરોના વાઈરસ અને લૉકડાઉનના માહોલમાં આવા આંકડાનું મહત્વ ઘણું વધી ગયું છે. શ્રમ બ્યૂરો શ્રમ અને રોજગાર મંત્રાલયના એક યુનિટ તરીકે કામ કરે છે, જે મોંઘવારી અને રોજગારના આંકડા એકઠા કરે છે.

આ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર, શ્રમિકો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓથી લઈને જાણકારી, રોજગારના આંકડા, મોંઘવારીના આંકડા રજૂ કરવા માટે અલગથી ટ્વીટર હેન્ડલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટ્વીટર હેન્ડલનું નામ @LabourDG રાખવામાં આવ્યુ છે.

સંતોષ ગંગવાર તરફથી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, આ ટ્વીટર હેન્ડલ (@LabourDG) હવેથી નિયમિત અપડેટ થશે. જેમાં લેબર માર્કેટ સાથે સંકળાયેલી જાણકારી આપવામાં આવશે. શ્રમ બ્યૂરો શ્રમિકોના વેતન, પ્રોડક્શન, ઓદ્યોગિક સબંધ અને રહેણી-કરણીના આંકડા જાહેર કરે છે.

સતત થઈ રહી છે છટણી
કોરોના વાઈરસના કારણ દેશમાં સતત છટણીઓ થઈ રહી છે. તમામ કંપનીઓ પોતાનો ખર્ચો ઓછો કરવા માટે પોતાના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી રહી છે. જ્યારે લાખો શ્રમિક બેરોજગારો પોતાના ઘરે પરત ફરી ગયા છે. જેમાં તેમના રાજ્ય પણ તેમની મદદ કરી રહ્યાં છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ માટે સોશિયલ મીડિયામાં વૉર, કોંગ્રેસ પણ આવી મેદાનમાં