Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કાયમી નોકરીઓને કૉન્ટ્રાક્ટમાં બદલી શકશે કંપનીઓ, સરકારે નવા કાયદામાં આપી છૂટ

કાયમી નોકરીઓને કૉન્ટ્રાક્ટમાં બદલી શકશે કંપનીઓ, સરકારે નવા કાયદામાં આપી છૂટ

0
522

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા (Labour Law Change In India) ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કૉડ-2020 (Industrial Relations Code) અંતર્ગત હવે કંપનીઓ કાયમી નોકરીઓને (Permanent Jobs) ફિક્સ્ડ ટર્મ કૉન્ટ્રાક્ટમાં ફેરવી શકે છે. ગત સપ્તાહે નોટિફાઈ કરવામાં આવેલા આ નવા કાયદાને પગલે કંપનીને
મોટી રાહત મળી છે.

હવે કંપનીઓ ફિક્સ્ડ ટર્મને કૉન્ટ્રાક્ટ જૉબ માટે સીધી રીતે કર્મચારીઓની નિમણૂંક કરી શકે છે. અત્યાર સુધી કંપનીઓને આ માટે કોન્ટ્રાક્ટર્સની મદદ લેવી પડતી હતી. હવે ડાયરેક્ટ એવી ભરતીઓ કરવાથી કંપનીના ખર્ચમાં ઘટાડો આવશે.

નિયમ (Labour Law Change In India) પ્રમાણે, ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ વર્કર્સને પણ કાયમી કર્મચારીઓ જેટલી જ તમામ સુવિધાઓ મળશે. જો કે આવા વર્કર્સને નોકરીમાંથી છૂટા થયા બાદ કોઈ કમ્પેન્લેશન નહીં મળે, જે કાયમી કર્મચારીઓને મળે છે. જેનાથી કંપનીઓને મોટો ફાયદો થશે.

જો કે આ કાયદો (Labour Law Change In India) સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલ માર્ચ-2018ના નિયમની તુલનામાં તદ્દન અલગ છે. તે સમયે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ ઔદ્યોગિક એકમ કાયમી કર્મચારીઓના હોદ્દાને ફિક્સ્ડ ટર્મ એમ્પૉયમેન્ટમાં પરિવર્તીત નહીં કરી શકે.

આ પણ વાંચો: કર્ણાટક કોંગ્રેસ ચીફ ડીકે શિવકુમારના ઠેકાણાં પર CBIના દરોડા

જો કે હવે ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ-2020માં આવો કોઈ નિયમ નથી. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે, ભવિષ્યમાં માર્કેટમાં કાયમી જૉબ્સની કમી જોવા મળી શકે છે. જેનું એક કારણ એ પણ છે કે, સરકારે કૉન્ટ્રાક્ટની કોઈ લિમિટ નથી રાખી. આ ઉપરાંત એવું પણ નક્કી નથી કે, કેટલી વખત કૉન્ટ્રાક્ટને રિન્યૂ કરવામાં આવી શકે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, આ નિયમ ચિંતાજનક છે. ફિક્સ્ડ ટર્મ એમ્પૉયમેન્ટનું સ્વાગત છે, પરંતુ તેમાં કેટલાક નિયમો પણ હોવા જોઈએ. ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટની શરૂઆત યુરોપમાં 2000માં થઈ હતી, પરંતુ તેને પરમેનેન્ટ જૉબ તરફ એક પગલું માનવામાં આવતું હતું. હવે આવી સ્થિતિમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરનારા લોકો કાયમી નોકરી તરફ નહીં વધી શકે.

નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ પીરિયૉડિક લેબર ફોર્સ સર્વે 2018-19ના મુજબ, ભારતમાં માત્ર 4.2 ટકા કર્મચારીઓ એવા છે. જે સમ્માનજનક નોકરીઓમાં છે.

એક તરફ એક્સપર્ટો આ નિયમને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે, આ કાયદો બદલાતી જતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. કાયમી નોકરીઓને કૉન્ટ્રાક્ટ જૉબ્સમાં તબદીલ કરવાનો કોઈ ઈરાદો નથી.