Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > રેલ્વેમાં નીકળશે 2.6 લાખ વેકેન્સી, સરકારી વિભાગમાં 7 લાખ જગ્યાઓ ખાલી

રેલ્વેમાં નીકળશે 2.6 લાખ વેકેન્સી, સરકારી વિભાગમાં 7 લાખ જગ્યાઓ ખાલી

0
384

શ્રમ અને રોજગાર મંત્રી સંતોશ ગંગવારે લોકસભામાં સરકારી વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ સબંધિત રિપોર્ટ રજૂ કર્યો હતો. શ્રમ-રોજગાર મંત્રીએ કહ્યું કે સરકારી વિભાગમાં 7 લાખ જગ્યાઓ ખાલી છે. ખાલી પડેલી જગ્યાઓ માર્ચ 2018 સુધીની છે. રેલવેમાં 2.6 લાખ જગ્યાઓ ખાલી પડી છે. જોકે તેમણે માર્ચ 2019 નાણાકિય વર્ષમાં ખાલી પડેલી જગ્યાઓ વીશે જણાવ્યું ન હતું.

ગંગવારે રિપોર્ટ રજૂ કર્યો તે દરમિયાન કહ્યું કે, ખાલી જગ્યાઓની વેકેન્સી કાઢવીએ સરકારની પ્રાથમિકતા છે. સાથે સરકાર રોજગારમાં સુધારા અને તેમાં નવી તકે ઉભી કરવા ભાર મુકી રહી છે. સાથે શ્રમ-રોજગાર મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોની વેકેન્સીને ભરવાનો સરકારના અધિકારમાં છે.

વ્યય વિભાગ પ્રમાણે માર્ચ 2018 સુધામાં સરકારી વિભાગો અને મંત્રાલયોમાં અલગ- અલગ પોસ્ટ માટે 6.4 લાખ જગ્યાઓ ખાલી પડેલી છે.રજૂ કરેલા ડેટા પ્રમાણે 38.3 લાખ જગ્યાઓ મંજુર કરવામાં આવી હતી.પરંતુ તેમાં ખાલી 39.19 જગ્યાઓ પર ભરતી થઈ હતી. જણાવી દઈએ કે, સૌથી વધુ સરકારી નોકરીઓ આપતી રેલવેમાં 15.8 જગ્યાઓની મંજુરી આપવામાં આવી હતી. સરકારી વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓની સંખ્યાઓ અને તેના માટે સરકાર દ્વારા શું પહેલ કરવામાં આવે તેનો જવાબ આપી રહી છે. જેને લઈને શ્રમ-રોજગાર મંત્રીએ જણાવ્યું કે ખાલી પડેલી જગ્યાઓ ભરવાની લાંબી પ્રક્રિયા છે.

મોદી સરકારની ખેડૂતો માટે નવી સ્કીમ, એક લાખ રૂપિયાની થશે વધારાની કમાણી