Gujarat Exclusive > IPL 2020 > પંજાબે RCBને 97 રને આપી મ્હાત, રાહુલની 132 રનની શાનદાર ઇનિંગ

પંજાબે RCBને 97 રને આપી મ્હાત, રાહુલની 132 રનની શાનદાર ઇનિંગ

0
121

નવી દિલ્હી: બુધવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ મેચ રમાઇ હતી. જેમાં પંજાબે બેંગ્લોરને 97 રને હરાવ્યો. પંજાબના કેપ્ટન કેએલ રાહુલની શાનદાર 132 રનની ઇનિંગની મદદથી પંજાબે બેંગ્લોરની ટીમને 207 રનનો લક્ષ્ય આપ્યો હતો. પરંતુ બેંગ્લોરની આખી ટીમ 109 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ટોસ જીતીને કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. પંજાબ ને પાવર પ્લેમાં જ સારી શરૂઆત મળી ગઇ હતી. પંજાબ તરફથી કેપ્ટન કેએલ રાહુલે શાનદાર ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે 69 બોલમાં 7 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી અણનમ 132 રન કર્યા હતા. જ્યારે મયંક અગ્રવાલે પણ 26 રનનું યોગદાન આપ્યું હતુ. પૂરને 17, કરુણ નાયર 15 અણનમ અને મેક્સવેલે 5 રન કર્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં ત્રણ વિકેટના નુકશાને 206 રન કર્યા હતા અને બેંગ્લોરને 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

બેંગ્લોરની બોલિંગ પહેલી મેચની જેમ આજે પણ ખરાબ રહી. બેંગ્લોરનો મહત્વપૂર્ણ બોલર સ્ટેન અને ઉમેશ યાદવે ખૂબ રન આપ્યા. ડેલ સ્ટેને ચાર ઓવરમાં 57 રન આપ્યા જ્યારે ઉમેશ યાદવે ત્રણ ઓવરમાં 35 રન ખર્ચયા. બેંગ્લોર માટે સૌથી સફળ બોલર શિવમ દુબે રહ્યો. તેણે સૌથી વધુ 2 વિકેટ ઝડપી જ્યારે યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 25 રન ખર્ચી 1 વિકેટ લીધી.

આ પણ વાંચો: CSKને વધુ એક ફટકો, આ મહત્વપૂર્ણ ખેલાડી ઇજા થવાના કારણે ટીમમાંથી બહાર

જ્યારે બીજી ઇનિંગની વાત કરીએ તો બેંગ્લોરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ગત મેચના સફળ બેટ્સમેન અને ડેબ્યુ મેચમાં અડધી સદી ફટકારનાર દેવદત્ત પડીક્કલ આજે નિષ્ફળ રહ્યો. તે 1 રનના ખાનગી રને શેલ્ડન કોટરેલનો શિકાર બન્યો હતો. તે પછી મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરતા જોશ ફિલિપને આઉટ કરી મેદાન બહાર કર્યો હતો. આજે બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડી વિલર્સ પાસેથી ઘણી આશા હતી પરંતુ તેઓ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. વિરાટ કોહલી માત્ર 1 રન કરી કોટરેલનો શિકાર બન્યો. જ્યારે ડી વિલિયર્સ પણ 28 રનના ખાનગી સ્કોરે મુરુગન અશ્વિનનો શિકાર થયો. બેંગ્લોર તરફથી સૌથી વધુ 30 રન વોશિંગટન સુંદરે કર્યા.

આ પણ વાંચો: IPL Record: કોલકાતા સામેની મેચમાં રોહિત શર્માએ બે રેકોર્ડ નોંધાવ્યા

પંજાબની બોલિંગ ધારદાર રહી. પાવર પ્લેમાં જ પંજાબે બેંગ્લોરના ત્રણ વિકેટ ઝડપી લીધા હતા. પંજાબ તરફથી રવિ બિશ્નોઇ અને મુરુગને અશ્વિને 3-3 વિકેટ ઝડપી. જ્યારે શેલ્ડન કોટરેલે 2, શમી અને મેક્લવેલે 1-1 વિકેટ ઝડપી હતી.