Gujarat Exclusive > IPL 2020 > KXIP vs KKR: પંજાબની સતત પાંચમી જીત, કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

KXIP vs KKR: પંજાબની સતત પાંચમી જીત, કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

0
121

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની સીઝન 13ની 46મી મેચ સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. જેમા પંજાબે કોલકાતાને 8 વિકેટે હરાવ્યું. પંજાબની આ સતત પાંચમી જીત છે. તેની સાથે જ પંજાબ પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે પહોંચી ગઇ છે.

પ્રથમ ઇનિંગ

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) બેટિંગ

કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતી કોલકાતા નાઇટ રાઇડર્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને 10 રને ત્રણ વિકેટ પડી ગઇ હતી. . નીતીશ રાણા શૂન્ય રનેઆઉટ થયો હતો. તે પછી રાહુલ ત્રિપાઠી 7 રને કેચ આઉટ થયો હતો. જ્યારે દિનેશ કાર્તિક શૂન્ય રને આઉટ થયો હતો. અહીંથી કેપ્ટન ઇઓન મોર્ગન અને શુભમન ગિલે ટીમની ઇનિંગને આગળ વધારી. બંને વચ્ચે 81 રનની ભાગેદારી થઇ. મોર્ગને 25 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન કર્યા હતા. આ ઉપરાંત શુભમન ​​​​​ગિલે અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 57 રન કર્યા. તેના સિવાય લોકી ફર્ગ્યુસને 24 રનનું યોગદાન આપ્યું. કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને 149 રન બનાવ્યા.

કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) બોલિંગ

કિંગ્સ ઇલેવન પંજાબે ઇનિંગની શરૂઆતથી જ પોતાનો દબદબો જમાવ્યો હતો અને શારજાહના નાના મેદાન પર કોલકાતા નાઇટ રાઇડર્સને 150 રન પણ ના કરવા દીધા. પંજાબ માટે મોહમ્મદ શમીએ 3, રવિ બિશ્નોઇ અને ક્રિસ જોર્ડને 2-2, જ્યારે અશ્વિન અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી. ​​​​​​

બીજી ઇનિંગ

કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) બેટિંગ

કોલકાતા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 150 રનનો લક્ષ્ય આપ્યો હતો. જે પંજાબે 18.5 ઓવરમાં 2 વિકેટના નુકશાને પ્રાપ્ત કરી લીધો હતો. પંજાબના કેપ્ટન અને મનદિપ સિંહે ટીમને સારી શરૂઆત અપાવી હતી. કેએલ રાહુલ 25 બોલમાં 4 ચોગ્ગાની મદદથી આઉટ થયો. તે પછી ક્રિસ ગેલ મેદાને આવ્યો અને તેણે હિટિંગ કરતા ટીમને જીત નજીક પહોંચાવી આઉટ થયો હતો. તેણે 29 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 51 રન કર્યા. નિકોલસ પૂરને મેદાને આવી માત્ર ઔપચારિકતા પૂરી કરી હતી. ટીમ માટે સૌથી વધુ રન મનદિપ સિંહે (66*) બનાવ્યા.

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) બોલિંગ

કોલકાતા નાઇટ રાઇડર્સની બોલિંગ સામાન્ય રહી હતી અને તેના બોલરોએ પંજાબના માત્ર બેટ્સમેનોને આઉટ કર્યા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તી અને લોકી ફર્ગ્યુસને 1-1 વિકેટ ઝડપી.