Gujarat Exclusive > IPL 2020 > પંજાબની હૈદરાબાદ સામે શાનદાર જીત

પંજાબની હૈદરાબાદ સામે શાનદાર જીત

0
61

IPL મેચ 43માં કિંગ્સ ઈલેવન પંજાબે સવરાઈઝ હૈદરાબાદને 114 રનમાં જ ઓલઆઉટ કરી પોતાની શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. જો કે, હૈદરાબાદની શરુઆતની ઈનિંગ્સ સારી એવી જોવા મળી હતી. પંજાબ માટે ક્રિસ જોર્ડન 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ, અર્શદીપ સિંહે 3.5 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ, જ્યારે રવિ બિશ્નોઇએ 4 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ડેવિડ વોર્નર અને બેરસ્ટોની 56 રનની ભાગીદારી રહી હતી. વોર્નરે 20 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 35 રન કર્યા હતા. જ્યારે જોની બેરસ્ટો એમ. અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 19 બોલમાં 19 રન કર્યા હતા.

પંજાબે 127 રનનો ટાર્ગેટ આપ્યો

કિંગ્સ ઇલેવન પંજાબે દુબઈ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 7 વિકેટે 126 રન કર્યા છે. આ ચાલુ સીઝનમાં પ્રથમ બેટિંગ કરતા દુબઈ ખાતે સૌથી ઓછો સ્કોર છે. કિંગ્સ માટે નિકોલસ પૂરને સર્વાધિક 32* રન કર્યા. અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યો નહીં. લોકેશ રાહુલે 27 અને ક્રિસ ગેલે 20 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ વતી રાશિદ ખાન, જેસન હોલ્ડર અને સંદીપ શર્માએ 2-2 વિકેટ લીધી. ​​​​​

રાહુલ, ગેલ અને મેક્સવેલનું બેટ ન બોલ્યું

ગ્લેન મેક્સવેલ સંદીપ શર્માની બોલિંગમાં લોન્ગ-ઓન પર વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 12 રન કર્યા હતા. અગાઉ ક્રિસ ગેલ 20 રને જેસન હોલ્ડરની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે, તે પછી કપ્તાન લોકેશ રાહુલ 20 રને રાશિદ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. દિપક હુડા શૂન્ય રને રાશિદની બોલિંગમાં બેરસ્ટો દ્વારા સ્ટમ્પ થયો હતો.