કચ્છમાં સરકારની આરોગ્ય સેવાની ત્રુટીઓ પુર્ણ કરવાનુ કામ સામાજીક સંસ્થાઓ કરી રહી છે. કચ્છમાં અનેક એવી સંસ્થા છે. જે આરોગ્ય ક્ષેત્રે દુર્ગમ વિસ્તારમાં મોટુ યોગદાન આપે છે. કચ્છી લેવા પટેલ સમાજ પણ ભુજમાં સારી સુવિધા સાથે લેવા પટેલ હોસ્પિટલના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે મોટુ યોગદાન આપી રહી છે. કચ્છમાં જ્યારે ભુકંપ આવ્યો અને તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી બાજપાઇએ કચ્છને આધુનીક હોસ્પિટલની ભેટ આપી હતી. જેમાં ટ્રોમા સેન્ટર સહિત તમામ પ્રકારની સારવાર મળી શકે તેવી સુવિદ્યા ઉભી કરવાનુ આયોજન હતુ. જે આજે પણ શક્ય બન્યુ નથી અને ગંભીર પ્રકારની મેડીકલ સારવાર માટે આજે પણ કચ્છના લોકોને કચ્છ બહાર જવુ પડે છે.
હ્દયરોગ,કેન્સર જેવી બિમારી હોય કે મોટા અકસ્માત સમયે જટીલ શસ્ત્રક્રિયા મુશ્કેલીના અનેક કિસ્સાઓ આરોગ્ય ક્ષેત્રે કચ્છ સામે આવ્યા છે. જો કે હવે કેન્સર,કીડની, હ્રદયરોગ તથા ટ્રોમા સેન્ટરની સુવિધા કચ્છમાં જ દાનવીરોની મદદથી કચ્છને મળશે. કચ્છમાં આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે મોટુ યોગદાન આપતા કચ્છી લેવા પટેલ સમાજના પ્રયાસોથી આધુનિક સગવડો સાથેની ૨૦૦ બેડની હોસ્પિટલ કચ્છને ભેટમાં મળશે સંભવત એપ્રીલના મધ્યમાં હોસ્પિટલને વડાપ્રધાનના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે જો કે સંપુર્ણ પ્રોજેક્ટ ૨૦૦ કરોડનો છે જે માટે હજુ પણ કચ્છી દાતાઓએ તૈયારી દર્શાવી છે. કચ્છ લેવા પટેલ સમાજના પ્રમુક વેલજી રામજી પીંડોરીયા તથા મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ ગોરસીયા તથા તેની ટીમે આ પ્રોજેક્ટ માટે કામ કરી રહી છે.