Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કચ્છ કસ્ટોડિયલ ડેથ: ગઢવી સમાજે આપ્યું આજે મુન્દ્રા બંધનું એલાન

કચ્છ કસ્ટોડિયલ ડેથ: ગઢવી સમાજે આપ્યું આજે મુન્દ્રા બંધનું એલાન

0
113
  • ગઢવી સમાજે વેપારી એસોસિએશનને બંધમાં જોડાવા કરી અપીલ Kutch custodial death

કચ્છ: જિલ્લાના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં અટકાયતમાં લેવામાં આરોપીને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં શનિવારે મોડી રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ કેસમાં મુખ્ય આરોપી એવા ત્રણ પોલીસ કર્મચારીઓની હજુ સુધી ધરપકડ ના કરવામાં આવતા ન્યાયની માંગ સાથે ગઢવી સમાજે આજે મુન્દ્રા બંધનું એલાન આપ્યું છે. મુન્દ્રા બંધને સફળ બનાવવા માટે તમામ વેપારી એસોસિએશનને અપીલ કરવામાં આવી છે. જેને પગલે મુન્દ્રામાં આજે બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મુન્દ્રાના સમાઘોઘા નિવાસી અરજણ ગઢવીનું પોલીસ અટકાયતમાં મોત થયા બાદ અન્ય એક આરોપી હરજોગ ગઢવીનું પણ અમદાવાદની હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે મોત થયુ હતું. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો પર અત્યાચાર અને ઢોર માર મારવાના કારણે એક યુવકનું પહેલા જ મોત થઈ ચૂક્યુ હતું. Kutch custodial death

આ પણ વાંચો: ગુજરાત: કૉલેજોના પ્રથમ વર્ષમાં શૈક્ષણિક કાર્ય શરૂ, 11 મહિના બાદ કેમ્પસ ધમધમતા થયા Kutch custodial death

ગઢવી સમાજના અધ્યક્ષ વિજય ગઢવીનો આરોપ છે કે, પુરાવા વિના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બરહેમીથી ફટાકારીને સમાજના બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી ત્રમ પોલીસ કર્મચારીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આથી ન્યાયની માંગણી સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે અંતર્ગત આજે સોમવારે મુન્દ્રા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુન્દ્રામાં રહેલા દેવરાજ રતનભાઈ ગઢવીએ સમાઘોઘામાં રહેતા અરજણ ગઢવીનું પોલીસ કસ્ટડીમાં મોતનો કેસ દાખલ કરાવ્યો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સહિતના આરોપીઓએ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સમાઘોઘા ગામના પૂર્વ સરપંચનું નામ પણ આરોપીઓમાં સામેલ છે. (ફાઈલ ફોટો)  Kutch custodial death

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat