Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > કૃણાલ પંડ્યાએ પોતાની પ્રથમ વન-ડેમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, પિતાને યાદ કરી થયો ભાવૂક

કૃણાલ પંડ્યાએ પોતાની પ્રથમ વન-ડેમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, પિતાને યાદ કરી થયો ભાવૂક

0
154

ભારતે ઈંગ્લેન્ડને પ્રથમ વન-ડેમાં 66 રને માત આપી હતી. આ દરમિયાન કૃણાલ પંડયાએ 26 બોલમાં 50 રનની ઝંઝાવાતી ઈનિંગ થકી કારકિર્દીની પ્રથમ વનડેમાં અર્ધશતક ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો છે. અગાઉનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના જોન મોરિસના નામે હતો. તેણે તેની સૌ પ્રથમ વન ડેમાં ઇંગ્લેન્ડ સામે 1990માં 35 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. જણાવી દઈએ કે, કૃણાલ પંડયાએ 31 બોલમાં 7 ચોગ્ગા, બે છગ્ગા સાથે અણનમ 58 રનની ઈનિંગ રમી હતી.

ઇનિંગ બ્રેક દરમ્યાન ટીવી કોમેન્ટેટર મુરલી કાર્તિકે તેની સિધ્ધી અંગેની લાગણી બાબતના પ્રશ્નની શરૂઆત કરી તે સાથે કૃણાલ રડી પડયો હતો. તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. આ દરમ્યાન તેણે ઉત્તર આપવાનો પ્રયત્ન કરતા ‘આ ઇનિંગ મારા સ્વર્ગસ્થ પિતાને સમર્પિત છે’ તેવું ટૂકડે ટૂકડે માંડ બોલી શક્યો હતો અને તે ફરી તેની લાગણી પર કાબુ ન હતો રાખી શક્યો.

મુરલી કાર્તિકે તેને સ્વસ્થ થવા થોડી સેકંડનો સમય આપ્યો તે પછી કૃણાલને કોઈ જ પ્રશ્નના પૂછીને જવા દીધો હતો. આ જોઈ તેનો ભાઈ હાર્દિક સાંત્વના આપતા કૃણાલને ભેટી પડયો હતો. હાર્દિક પંડયાએ કાર્તિક જોડે વાત કરતા જણાવ્યું હતું કે, ‘સ્વર્ગસ્થ પિતાને યાદ કરીને કૃણાલ ખૂબ જ ભાવુક બની ગયો છે.’

કૃણાલને મેચ અગાઉ વનડે કારકિર્દીની પ્રારંભની કેપ આપવામાં આવી તે વખતે પણ જાણે તે કેપ તેના પિતા ખુશી અને ગર્વ સાથે ઉપરથી જોતા હોય તેમ આકાશ સામે ઉપર કરી હતી. હાર્દિક અને કૃણાલના પિતા ગત જાન્યુઆરી મહિનમાં જ 71 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat