Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ક્રિકેટર્સ હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું હાર્ટ એટેકથી નિધન

ક્રિકેટર્સ હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું હાર્ટ એટેકથી નિધન

0
148

વડોદરા: ટીમ ઈન્ડિયાના (Team India) આધારભૂત ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યાના (Krunal Pandya) પિતા હિમાંશુ પંડ્યાનું (Himanshu Pandya) હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

પિતાના અવસાનના પગલે વડોદરાની ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી T-20 ટૂર્નામેન્ટ (Syed Mushtaq Ali Trophy) અધવચ્ચે છોડી ઘરે જવા રવાના થયા છે. કૃણાલ પંડ્યાની (Krunal Pandya) જગ્યાએ કેદાર દેવધરને વડોદરાની ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

વડોદરા ક્રિકેટ એસોસિએશનના (Baroda Cricket Association) CEO શિશિરે (Shishir Hattangadi) પણ પંડ્યા બંધુઓના પિતાના અવસાર પર શૉક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Whatsappનો યુ-ટર્ન: ચોતરફા વિરોધ બાદ લીધો મોટો નિર્ણય, બંધ નહીં થાય તમારું એકાઉન્ટ Hardik Pandya

જણાવી દઈએ કે, ODI, T-20 અને ટેસ્ટ એમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની ઉપયોગિતા સાબિત કરનાર હાર્દિક પંડ્યાએ ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. બન્ને પંડ્યા ભાઈઓએ એક સાથે જ ક્રિકેટ જગતમાં એન્ટ્રી કરી હતી અને ટૂંક સમયમાં જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. હાર્દિક અને કૃણાલ પંડ્યા IPLમાં મુંબઈ ઈન્ડિયનની ટીમ વતી ક્રિકેટ રમે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9