- પ્રધાનમંત્રી રાહત કોષમાંથી પીડિત પરિવારને 2-2 લાખ રુપિયાની સહાય
- CM મમતાની પરિવારને 10-10 લાખ અને એક સભ્યને નોકરીની જાહેરાત
- મૃતકોમાં 4 ફાયર કર્મી, એક રેલવે પોલીસ કર્મી અને એક AISનો સમાવેશ
કોલકતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ (Kolkata Fire) લાગી ગઇ. આ ઘટનામાં 9 લોકોના મોત થઇ ગયા. જો કેહાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પશ્ચિમ બંગાળમાં એક તરફ વિધાનસભા ચૂંટણીઓનો ગરમાવો છે. ત્યાં બીજી બાજુ આગની આ ઘટનાથી આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારે પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા અને ગંભીર ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ઓફિસર સુજીત બોસનું કહેવું છે કે આ આગમાં 9 લોકો બળીને ભડથુ થઈ ગયા છે. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.
It's very sad. Ex gratia of Rs 10 lakhs each will be given to the kin of the deceased and government job will be given to one family member: West Bengal Chief Minister Mamata Banerjee at the fire incident site #Kolkata pic.twitter.com/UcwZbCU5FK
— ANI (@ANI) March 8, 2021
આ પણ વાંચોઃ તમિલનાડૂ ચૂંટણી: દરેક પરિવારને ફ્રિમાં 6 ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયા
સ્ટ્રાંસ રોડ પર ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગના 12 – 13મા માળે આગ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા માં સ્ટ્રાંસ રોડ પર ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગના 12 અને 13મા માળે ભયાનક આગ (Kolkata Fire)લાગતા 9 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઈમારતમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલવેની ઓફિસ પણ આવેલી છે. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર રેલવેનું કમ્યૂટરાઈઝ્સ રિઝર્વેશન સેંટર પણ આવેલુ છે. ઘટનાસ્થળે 15 ફાયર ટેન્ડર રવાના કરવામાં આવ્યા હતાં.
આગ લાગતા રેલવેની બુકિંગ વ્યવસ્થાને થઇ અસર
મૃતકોમાં 4 ફાયર વિભાગના કર્મચારીઓ, એક રેલવે પોલીસનો કર્મચારી, એક ASI તથા અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે એક આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર પણ હતા, જે હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ સિવાય બે RPF જવાનો પણ હતા.
ઘટનાસ્થળ પર મુખ્યમંત્રી મમતા બેનરજી પહોંચી ગયા હતા. તેમણે મૃતકના પરિવારને આર્થિક સહાય ઉપરાંત પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરત કરી છે. આગ લાગવાના કારણે પૂર્વ રેલવેની ઓનલાઈન બુકિંગ તથા ઉત્તર પૂર્વી રેલવેની ટિકીટ બુકિંગ વ્નેયવસ્થાને અસર પહોંચી છે.
બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ (Kolkata Fire) લાગવાથી અફરા-તફરી મચી ગઈ હતી. ઇમારતને ખાલી કરાવી લેવામાં આવી હતી અને આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચોઃ ભાજપમાં જોડાવવા અંગે ‘દાદા’ ગાંગુલીએ આપી દીધો સ્પષ્ટ જવાબ, સમજનારા સમજી જશે
આગ સોમવારે સાંજે લાગી હતી
કોલકત્તા પોલીસના એક અધિકારી પ્રમાણે સોમવારે સાંજે 6 કલાક 10 મિનિટ આસપાસ આ ઘટના બની હતે. લોકોએ ઇમારતમાં આગ લાગતી જોઈને પોલીસને સૂચના આપી હતી. જાણકારી પ્રમાણે આઠ ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી. અધિકારીએ જણાવ્યું કે આ બિલ્ડિંગમાં રેલવેનું કાર્યાલય છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ જારી છે. ઇમારતને ખાલી કરાવી લેવામાં આવી છે.