Gujarat Exclusive > દેશ-વિદેશ > પશ્ચિમ બંગાળ: કોલકતાની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 7ના મોત

પશ્ચિમ બંગાળ: કોલકતાની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 7ના મોત

0
40

કોલકતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાના સ્ટેન્ડ રોડ નજીક આવેલ એક બહુમાળી ઈમારતના 17માં માળે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૃતકોની સંખ્યા 7 પર પહોંચી ચૂકી છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.. Kolkata Fire

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ઓફિસર સુજીત બોસનું કહેવું છે કે, આ આગમાં 7 લોકો બળીને ભડથુ થઈ ગયા છે. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. Kolkata Fire

 

આ પણ વાંચો: ‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ મનાવવામાં આવે’- ભાજપ સાંસદે રાજ્યસભામાં ઉઠાવી માંગ Kolkata Fire

આ ઘટનાની જાણકારી આપતા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના અધિકારીનું કહેવું છે કે, અચાનક ઈમારતના 17માં માળે આગ ભભૂકી ઉઠી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી, કારણ કે આ જગ્યા સાંકડી હતી. જેના કારણે અહીં સીડી રાખવી પણ મુશ્કેલી હતી. મૃતકોમાં 4 ફાયર ફાઈટર હતા. જ્યારે એક આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર પણ હતા, જે હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ સિવાય બે RPF જવાનો પણ હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ પરિવારના સભ્યો સરકારી નોકરી આપવાનું પણ એલાન કર્યું છે. Kolkata Fire

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat