- ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતાડના રહાણે પ્રથમ ટેસ્ટમાં સદંતર નિષ્ફળ
- અજિંકયે પ્રથમ ઇનિંગમાં એક રન કર્યો, બીજા દાવમાં શૂન્યમાં આઉટ
ચેન્નાઇઃ ચેન્નાઇની પ્રથમ ટેસ્ટમાં 227 રનથી થયેલા ઘોર પરાજય માટે શું રહાણે (Kohli Rahane form)જવાબદાર છે? તેવા સવાલ ઊઠી રહ્યા છે. ત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શું કહશે તેના પર સૌનું ધ્યાન હતું. પરંતુ કોહલીએ કોઇ ફોડ પાડ્યો નહીં.
ચેપોકની મેચમાં ભારતની હારના ઘણા કારણો હશે. પરંતુ સૌથી વધુ ટીકાનો ભોગ ડેપ્યુટી કેપ્ટન અજિંકય રહાણે બની રહ્યો છે. તે બંને દાવમાં સંદતર નિષ્ફળ રહ્યો. પ્રથમ ઇનંગમાં એક તો બીજા દાવમાં શૂન્ય રને આઉટ થયો હતો. ક્રિકેટ રસિકોમાં અવી ચર્ચા પણ થવા લાગી કે રહાણે બિનજવાબદારી પૂર્વ રમ્યો હતો.
આ પણ વાંચોઃ ચેન્ન્નાઇઃ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 227 રને નાલેશીભરી હાર
સંજય માંજરેકરને રહાણેની બેટિંગ સામે વાંધો
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે એક ટ્વીટ કરી જણાવ્યું કે,
“મારો વાંધો એક બેટ્સમેન તરીકે રહાણે (Kohli Rahane form)સામે છે. મેલબોર્નમાં સદી બાદ તેણે અણનમ 27, 22, 4, 37, 24, 1 અને 0 રન કર્યા. સદી બાદ સારો ખેલાડી લય (સાતત્યતા) જાળવી રાકે છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓનું પ્રેસર ઓછું કરે છે.”
નોંધનીય છે કે કોહલીની હાજરીમાં કેપ્ટન તરીકે રહાણેએ જ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર જીત અપાવી હતી. ત્યારે તેના બહુ વખાણ થયા હતા. વતન પરત થતાં તેના શહેરમાં વાજતે ગાજતે સ્વાગત થયું હતું. ઘણાએ તો ટેસ્ટમાં કેપ્ટનશિપ રહાણેને જ સોંપી દેવાની વાત કરી દીધી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ ચેન્નાઇ ટેસ્ટ બાદ તેના પર ટીકાનો મારો થવા લાગ્યો.
કેપ્ટન કોહલીને ભરોસો
સ્વભાવિક છે કે આ મામલે ટીમ ઇન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલી (Kohli Rahane form)નો પણ અભિપ્રાય કે તેનો વિચાર જાણવાનું મન થાય . તેથી મીડિયાએ તેને રહાણે વિષે સવાલ કરતા કોહલીએ કહ્યું કે,
“હું પણ બોલ્ડ થઇ ગયો હતો. તમે જો મારા મોઢેથી કંઇક ઓકાવવા માગતા હોવ તો, તે શકશે નહીં. કારણ કે એવું કશું છે જ નહીં. અજિંકય અને પુજારા અમારા મહત્વપૂર્ણ ટેસ્ટ બેટ્સમેન છે અને અમને તેમની કાબેલિયત પર ભરોસો છે.”
આ પણ વાંચોઃ IND Vs ENG: 10 વર્ષ પછી ભારતીય બોલર્સે ખરાબ બોલિંગ થકી બનાવ્યો શરમજનક રેકોર્ડ
કોહલીએ ચેન્નાઇમાં રહાણેના પ્રદર્શન અંગે કહ્યું,
“આ માત્ર એક ટેસ્ટ અને બે ઇનિંગની વાત છે. તમે આ ઇનિંગ્સને બાદ બાજુ પર રાખી શકો છો… પ્રથમ ઇનિંગમાં તે ચોગ્ગા મારવા જતો હતો. જેને રુટે શાનદાર કેચમાં ફેરવી દીધું હતું. જો એ બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હોત તો આવી વાત ન થાત. કોઇ સમસ્યા નથી. દરેક જણ વાસ્તવમાં સારું રમી રહ્યો છે.”
ઇંગ્લેન્ડની ટીમ વધુ પ્રોફેશનલ હતીઃ કોહલી Kohli Rahane form
ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ વધુમાં જણાવ્યું કે અમારે હવે આ મેચમાં જે સારુ કર્યું તે અને જે નથી કરી શક્યા તે પાસાને સમજવું પડશે. એક ટીમ તરીકે અમે હંમેશા સુધાર કરવા માગીએ છીએ. ઇંગ્લેન્ડની ટીમે આ મેચમાં અમારી તુલનામાં વધુ પ્રોફેશનલ હતી.
કોહલીએ આગામી ત્રણ ટેસ્ટમાં કાંટાની ટક્કર આપવાની આશા વ્યક્ત કરતા કહ્યું કે
અમે આ નિશ્ચિત કરવા માગીશું કે આગામી ત્રણ મેચમાં અમે કાંટાની ટક્કર આપીએ અને પ્રથમ ટેસ્ટમાં જે થયું તેવી પરિસ્થિતિને અમારા હાથમાંથી નીકળવા ન દઇએ. Kohli Rahane form