Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > મોટેરામાં ચાલુ મેચે યુવક બબલ તોડી કોહલીને મળવા પહોંચ્યો, પોલીસે ગુનો નોંધ્યો

મોટેરામાં ચાલુ મેચે યુવક બબલ તોડી કોહલીને મળવા પહોંચ્યો, પોલીસે ગુનો નોંધ્યો

0
190

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોહલીના ફેનની ઘૂસણખોરીનો વીડિયો વાયરલ

અમદાવાદઃ અમદાવાદમાં નકેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ પર રમાઇ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટના પ્રથમ દિવસે એક યુવક (Kohli fan)બબલ તોડી મેદાનમાં કોહલીને મળવા દોડી ગયો હતો. કોહલીના આ પ્રેક્ષકની મેદાનમાં ઘૂસણખોરીને કારણે મેચમાં વિઘ્ન સર્જાયું હતું. જો કે બાઉન્સરોએ આ યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. તેની સામે હવે ગુનો નોંધાયો છે.

આ પણ વાંચોઃ પૂણ્યતિથિ વિશેષઃ આજના દિવસે 20 વર્ષ પહેલાં વિશ્વ ક્રિકેટે ‘ડોન’ને ગુમાવ્યા

ભારતીય બેટિંગ વખતની ઘટનાથી નેચમાં વિઘ્ન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ (ડે-નાઇટ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઇ રહી છે. રાત્રે ભારતની બેટિંગ ચાલી રહી હતી ત્યારે કેપ્ટન વિરાટ કોહલીનો એક જબરો ફેન (Kohli fan)તેને મળવા માટે બાયો-બબલ તોડી મેદાનમાં ઘૂસી ગયો હતો.

કોહલીએ પાછળ હટી યુવકને દૂર રહેવા કહ્યું

કોહલી અને રોહિત શર્મા તે સમયે ક્રિઝ પર હતા. તે લગભગ ક્રિજ સુધી પહોંચી ગયો હતો. જેવો આ યુવક કોહલી તરફ વધ્યો તો વિરાટ બે ડગલા પાછળ ખસ્યો હતો અને તેને આગળ વધતા અટકાવ્યો હતો. યુવકે પણ તેની વાત માની લીધી હતી. જો યુવક (Kohli fan) કોહલી પાસે પહોંચી ગયો હોત તો બાયો-બબલનું ઉલ્લંઘન થાત અને ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગદવાનું જોખમ થાત. પરંતુ એટલી વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

આ પણ વાંચોઃ IND vs ENG First Day: અક્ષર-રોહિતના દમ પર ભારતે ઇંગ્લેન્ડ પર સકંજો કસ્યો

પરંતુ ચાલુ મેચમાં ગ્રાઉન્ડમાં ઘુસી જનાર યુવકને આ વખતે બાઉન્સરોએ પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે હાલમાં કોરોનાના સમયમાં ક્રિકેટરોને ચેપ લાગી શકે તે પ્રકારની હરકત કરતાં યુવકની સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અમદાવાદ ટેસ્ટ જોવા માટે આશરે 50 પ્રેક્ષકો પહોંચ્યા હતા.

ભારત સામે ઇંગ્લેન્ડની 19મી ઓવર હતી

ભારતીય ઇનિંગ્સની 19મી ઓવર જોફરા આર્ચર બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે કોહલીએ ચોથો બોલ બેકવર્ડ પોઇન્ટ પર રમ્યો અને તે પછી અજાણ્યો ફેન સિક્યુરિટીને ચકમો આપી ગ્રાઉન્ડમાં ઘુસી ગયો હતો. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં યુવક કોવી રીતે મેદાનમાં ઘૂસી ગયો.

બાયો-બબલમાં ખેલાડી કોઇને મળી ન શકે

કોરોનાને કારણે બાયો-બબલ પ્રોટોકોલ હેઠળ ખેલાડીઓ અને મેચના અધિકારીઓ બાહરની કોઇ વ્યક્તિને મળી શકતા નથી. આ અંગે તેમના પર પ્રતિબંધ છે. એટલે સુધી કે ટ્રેનિંગ સેશનમાં પણ પ્રસંશકો (Kohli fan)તેમના પ્રિય ખેલાડીને મળી શકતા નથી. ભારે સુરક્ષા વચ્ચે ખેલાડીઓને પ્રેક્ટિસ કરવી પડે છે.

આ પણ વાંચોઃ

INDVsENG: અક્ષર પટેલની 6 વિકેટ, પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ 112 રનમાં ઓલ આઉટ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat