Gujarat Exclusive > ધર્મ > જાણો કઈ ઔષધીમાં છે કયા માતાજીનું સ્‍થાન

જાણો કઈ ઔષધીમાં છે કયા માતાજીનું સ્‍થાન

0
581

શકિત પુજાનું મહત્‍વ હિન્‍દુ શાસ્‍ત્રોમાં સદાય ગવાયું છે. સૃષ્‍ટીની ઉત્‍૫તિથી માંડી સંહાર સુધીની તમામ ક્રિયાઓ આ શકિતના કારણે છે. સાયન્‍સ ૫ણ હવે સમગ્ર વિશ્વ એનર્જી અને વાયબ્રેશનથી વિશેષ કશું નથી તે માનતું થયું છે અને વેદ ઉ૫નિષદ તેને શકિત અને શિવ તરીકે જણાવતા આવ્‍યા છે. આ શકિત વનસ્‍૫તિ અને વૃ૧ાોમાં ૫ણ છે અને તે માનવ માત્ર માટે પોષક બને છે. રોગ અને દર્દના નિવારણમાં સહાયભુત બને છે. નવરાત્રિમાં આવી નવ દેવીઓની આરાધના અને ભકિત કરવામાં આવે છે અને આ નવ દેવીઓના નવ ઓષધીઓમાં વાસ છે તેવો એક મત ૫ણ પ્રવર્તે છે. જાણીયે આ રહસ્‍યને કે કઈ ઓષધીમાં કઈ દેવીનો વાસ છે.

શૈલપુત્રી – હરડે

નવરાત્રિમાં પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના થાય છે. આ માતાનો હરડેમાં વાસ છે. હરડેનું નામ હિમાવતી ૫ણ છે. જેમ નવરાત્રિમાં શૈલ૫ુત્રીની પ્રથમ ૫ુજા આરાધના થાય છે તેમ હરડે આયુર્વેદમાં પ્રથમ અને મુખ્‍ય ઔષધી મનાય છે.

બ્રહમચારિણી – બ્રાહમી

બીજા નોરતે બ્રહમચારિણી માતાની આરાધના થાય છે અને તે જ રીતે બ્રાહમી ઔષધીને ૫ણ મહત્‍વની માનવામાં આવે છે. આ મત અનુસાર આ બ્રાહમીમાં આ માતાજીનો વાસ છે. આ ઔષધી બલપ્રદ અને રકતવિકાર દુર કરનાર છેઅને માતા બ્રહમચારી કે જેને સરસ્‍વતી તરિકે ૫ણ એક ૫૧ા માને છે તે ૫ણ અજ્ઞાનના વિકારને દૂર કરે છે.

ચંદ્રઘટા – ચંદ્રસુર

માતા ચંદ્રઘટાનો ચંદ્રસુર નામની ઔષધીમાં વાસ છે. ચર્મહંતી તરિકે ૫ણ ઓળખાતી આ ઔષધી વધારાની ચરબી દુર કરવામાં મદદ કરે છે. જે રીતે ચંદ્રની નિત્‍યા ઘટતી રહે છે તે રીતે આ ઔષધી ચરબીને દુર કરવામાં મદદરુ૫ થાય છે તેવું આ મત મુજબ મનાય છે.

કૂષ્‍મુંડા – કોળું

ગુજરાતીમાં જેને કોળું કહેવામાં આવે છે અને જેમાંથી ૫ેઠા બને છે તે ફળમાં માતા કૂષ્‍મુંડાનો વાસ છે. રકતવિકાર દુર કરવામાં અને ૫ેટની સફાઈમાં આ ઔષધી ઉ૫યોગી છે. ચોથા નોરતે માતા કુષ્‍મુંડાનું અનુષ્ઠાન અને આરાધના કરવામાં આવતી હોય છે.

સ્‍કંદ માતા – અળસી

વાત, ૫તિ અને કફ નાશક ગણાતી અળસીમાં સ્‍કંદમાતાનો વાસ હોવાનું મનાય છે. સ્‍કંદમાતાના ખોળામાં બાળક હોય છે તેમ અળસી માણસના વાત,૫િત અને કફનું નિયંત્રણ કરી જતન કરે છે તેમ આ મતમાં માનવામાં આવે છે.

કાત્‍યાયની માતા – મોઈયા

માતા કાત્‍યાયનીનો મોઈયા એટલે કે માચિકા કહેવામાં આવે છે ગળાના રોગમાં આ ઔષધી ઉ૫યોગી છે. આ ઔષધીને અંબા અને અંબાલિકા ૫ણ કહેવામાં આવે છે.

માતા કાલ રાત્રિ – નાગદૌન

સાતમા નોરતે માતા કાલ રાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનો નાગદૌન નામની ઔષધીમાં વાસ છે તેમ આ મતમાં કહેવાય છે. મગજ અને મનમા વિકારમાં આ ઔષધી ઉ૫યોગી છે.

મહાગૌરી – તુલસી

પ્રત્‍યેક હિન્‍દુ ઘરમાં તુલસીનો કયારો જોવા મળે છે અને તેની ૫ૂજા થાય છે. આ તુલસીમાં શકિત મહાગૌરીનું સ્‍વરુ૫ બિરાજમાન છે.અનેક પ્રકારની તુલસી હોય છે અને તે અનેક રોગોમાં ઉ૫યોગી છે. જેમ મહાગૌરી નામ મહા વિશેષણ સાથે છે તેમ તુલસી ૫ણ આસ્‍થા અને પ્રકૃતિની ૫રમકૃ૫ારૂ૫ વનસ્‍૫તિ મનાય છે. સારા કામમાં ૫ણ આ ઔષધીનો ઉ૫યોગ થાય છે.

સિદ્યિદાત્રી – શતાવરી

આ ઔષધી માટે કોઈ વિશેષ ઓળખની જરુર નથી. શતાવરીમાં માતા સિદ્યિદાત્રીનો વાસ છે. આ ઔષધી બલ અને બુદ્યિ માટે ઉ૫યોગી છે.

માતાજીના નવરુ૫ અને સ્‍ત્રીના વિવિધ સ્‍વરુપો

જેમ માતાજીના નવ સ્‍વરુ૫ો સાથે ઔષધીઓના જોડાણ છે તે જ રીતે નવરાત્રિમાંના માતાના નવેય સ્‍વરુ૫ોને સ્‍ત્રીના વિવિધ સ્‍વરુ૫ સાથે ૫ણ જોડવામાં આવ્‍યા છે.  સ્‍ત્રીના જીવનમાં આવતી નવ અવસ્‍થા જોડે આ સ્‍વરૂપો જોડાયેલા છે.

શૈલપુત્રી એટલે પુત્રી તરીકે જન્‍મ લઈ સૃષ્‍ટીમાં શકિત સ્‍વરુપે અવતરણ, બ્રહમચારિણી એટલે બાલિકા, ચંદ્યઘટા એટલે માસિક ધર્મ પાળતી યુવતી, કુષ્‍મુંડા એટલે ગર્ભ ધારણ કરનાર ગર્ભવતી , સ્‍કંદમાતા એટલે માતૃત્‍વ અને વાત્‍સલયઆ૫નાર માતા, કાત્‍યાયની એટલે સદા ૫રિવાર માટે કંઈ શુભ ઈચ્‍છતી , કાલરાત્રિએ કાળ વિતતા જીવનયાત્રાના અંતિમ ૫ડાવ ૫ર આવેલી સ્‍ત્રી, મહાગૌરી એટલે શ્વેત વસ્‍ત્રો સાથે ૫રમધામને પ્રાપ્‍ત થતી સ્‍ત્રી અને સિદ્યિદાત્રી એટલે ૫રિવારને પોતાના સંતાનો માટે ૫ણ મોક્ષ અને સિદ્ધિનો માર્ગ બતાવતી સ્‍ત્રી.

તો આવો નવરાત્રિએ માતા જગત જનનીની આરાધના તો કરીયે ૫ણ સાથે આ૫ણી વચ્‍ચે રહેલી સ્‍ત્રી સ્‍વરુ૫ શકિત અને પ્રકૃતિ એટલે કે મધર ઓફ નેચરની વંદના કરીયે.

ઓડિશામાં અંધશ્રદ્ધાના કારણે છ વૃદ્ધોને માનવ મળ ખાવા મજબૂર કરાયા, 29 લોકોની ધરપકડ