Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > આ 5 બાબતોનું ધ્યાન રાખશો તો સહેલાઈથી મળશે પર્સનલ લોન

આ 5 બાબતોનું ધ્યાન રાખશો તો સહેલાઈથી મળશે પર્સનલ લોન

0
1080

આજકાલ નાણાકીય સંકટ સમયે ફંડ મેળવવાનું વધારે સુવિધાજનક થઈ ગયું છે. તેનું મુખ્ય કારણ છે કે, બેંકો અને NBFCs લોકોને તાત્કાલિક વ્યક્તિગત લોન પ્રદાન કરે છે. આવી પર્સનલ લોન વ્યક્તિના ઈમર્જનસીના સમયે તરત રૂપિયા ઉપલબ્ધ કરાવે છે. પર્સનલ લોન એપ્સ દ્વારા લોન લેવામાં લોકોનો સમય પણ ઓછો લાગે છે. જો કે, પર્સનલ લોન મેળવવી એ ઘણી બાબતો પર આધારિત હોય છે. બેંકો અને NBFC લોન આપવા માટે કેટલાક યોગ્યતાના માપદંડ નક્કી કરે છે. તેમાં બેઝિક KYCની માહિતી ઉપરાંત, એવી ઘણી વસ્તુઓ છે જે તમારે લોન મેળવવા માટે પૂર્ણ કરવાની હોય છે. ચાલો આવી જ કેટલીક બાબતો વિશે જાણીએ જેથી તમે સહેલાઈથી પર્સનલ લોન મેળવી શકો.

તમારા CIBIL સ્કોરનું ધ્યાન રાખો

CIBIL સ્કોર દ્વારા વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રીની માહિતી મળે છે. પર્સનલ લોનના મામલામાં બેંક એ સૌથી પહેલા વ્યક્તિનો CIBIL સ્કોર ચેક કરે છે. CIBIL સ્કોર ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (CIR)માં હોય છે, જેથી TransUnion Cibil Ltd તૈયાર કરે છે, જે એક ક્રેડિટ ઈનફોર્મેશન બ્યૂરો છે. CIR તમારા દેવાની ચુકવણી અને પહેલા લીધેલી લોનની માહિતી રાખે છે. આ સ્કોર 300-900ની રેન્જ વચ્ચે હોઈ શકે છે, પણ 700 અથવા તેનાથી વધારે સ્કોર બેંક યોગ્ય ગણે છે.

ક્રેડિટ કાર્ડ બિલની સમયસર ચુકવણી કરો

તમારા બિલની ચુકવણીને લઈને શિસ્તમાં રહેવુ ખૂબ જ જરૂરી છે. તમારે તમારા ફાઈનેન્સ પર પૂરતો ધ્યાન રાખવુ જોઈએ. ભલે તે EMIની ચુકવણી હોય કે, પછી ક્રેડિટ કાર્ડ અથવા યૂટિલિટી બિલ, તેની સમયસર ચુકવણી કરવી. આ બાબત પર્સનલ લોન મેળવવા માટે ખૂબ જ જરૂરી છે.

પર્સનલ લોન જરૂર હોય ત્યારે જ લો

જો તમે વારંવાર પર્સનલ લોન માટે એપ્લાય કરો છો, તો તેનાથી તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર ખરાબ અસર પડે છે. વારંવાર લોન લેવાનો મતલબ છે કે, તમારે વારંવાર EMIની ચુકવણી કરવી પડશે. તેનાથી બેંકને લાગે છે કે, તમે ખર્ચ કરવામાં ધ્યાન નથી રાખતા અને ખર્ચાઓ પર કન્ટ્રોલ નથી રાખતા. તેનાથી તમને ઈન્સ્ટન્ટ લોન મેળવવાની આશા ઓછી થઈ જાય છે.

ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશ્યોને ઓછુ રાખવુ

તમારે દેવાની રકમ અને ઉપલબ્ધ ક્રેડિટ મર્યાદા પર નજર રાખવી જરૂરી છે. ક્રેડિટ કાર્ડ ધારકો માટે આ ખૂબ મહત્વનું છે. જો તમારું ક્રેડિટ યૂટુલાઈઝેશન રેશ્યો વધારે છે, તો તેનાથી તમારા ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થઈ શકે છે. તેથી ક્રેડિટ લિમિટને કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

વધારે ક્રેડિટ કાર્ડ ના રાખો

અનેક ક્રેડિટ કાર્ડ હોવાથી તમારે દર મહિને અનેક બિલની ચુકવણી કરવી પડશે. તેનાથી એ વાતની સંભાવના રહે છે કે, તમે તમારા બિલની ચુકવણી કરવાનુ ભૂલી શકો છો જે તમારી ક્રેડિટ રિપોર્ટમાં ડિફોલ્ટ અથવા લેટ પેમેન્ટ બતાવશે. તેનાથી તમારા ક્રેડિટ સ્કોટમાં ઘટાડો થઈ શકે છે. તેથી એક કે બે ક્રેડિટ કાર્ડ રાખવુ જોઈએ, જેથી તમારા ક્રેડિટ બિલનું સમયસર ચુકવણી થઈ શકે.

રેલવે ચલાવશે નવી રામાયણ એક્સપ્રેસ, જાણો શુ હશે ખાસિયતો