Gujarat Exclusive > ધર્મ > શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી, જાણો શિવજીના આ મંદિરનું અનેરું મહત્વ

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી, જાણો શિવજીના આ મંદિરનું અનેરું મહત્વ

0
285

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ પતિત પાવાની માં નર્મદાના તટે શિવ મહિમા ગુંજી ઉઠ્યો છે. પ્રાચીન શુલ્પાનેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. નર્મદા જિલ્લાના ગોરા ખાતે બનાવવામાં આવેલુ આ મંદિર ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. પરંતુ જુનું પ્રાચીન મંદિર 1994માં નર્મદા ડેમની ઉંચાઈ વધવાને કારણે સરદાર સરોવરમાં ડુબાણમાં ગયુ છે. જ્યાં જુનું મંદિર હતું ત્યારથી ભક્તો દર શ્રાવણ માસમાં દર્શન કરવા જતા અને અત્યારે નવું મંદિર બનાવવામાં આવ્યું હતુ. છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા ઓછી નથી.

શુલ્પાનેશ્વર મહાદેવની પ્રસિદ્ધિ ગુજરાતમાં નહિ પણ પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,રાજસ્થાનના ભક્તો પણ અહી આવે છે. કહેવાય છે કે, માં નર્મદાના દર્શન માત્રથી પવિત્ર થવાઈ છે.ત્યારે આ શુલ્પાનેશ્વર મહાદેવના મંદિર પાસે નર્મદા નદી હોવાથી શ્રદ્ધાળુ અહી પવિત્ર સ્નાનનો પણ લાવો લઇ મહાદેવના મંદિરે દર્શન કરે છે.તેઓ જય શુલ્પાનેશ્વર નાથના જય જયકાર સાથે માથું ટેકવે છે અને મહાદેવને બીલીપત્ર દૂધ અને તલના અભિષેક કરી ધન્યતા અનુભવે છે.

શુલ્પાનેશ્વર મહાદેવ તીર્થનું પ્રાચીન મહત્વ અનેરું છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે મુજબ સ્કંધપુરાણના 44 થી 49 માં અધ્યાયમાં તથા શિવપુરાણના 104 માં અધ્યાયમાં કહેવાયું છે કે ભગવાન શિવજીએ અંધકાસુર દૈત્યનો વધ કર્યો હતો.તેના વધ બાદ બ્રહ્મ હત્યાના પાપે ભગવાન શિવજીનું ત્રિશુળ તેના રક્તથી ખરડાઈ ગયેલ અને તેના પર લાગેલા લોહીના ડાઘ દુર થતા ન હતા.

મહાદેવ ફરતા ફરતા અહી આવ્યા અને જમીનમાં ત્રિશુળ મારતા જલધારા વહેતી થતાં અહી નર્મદા પ્રગટ થયાં હતા અને તેની જલધારાથી તેમનું ત્રિશુળ સ્વચ્છ થયું હતું,અને જાતે જ મહાદેવ અહિયાં સ્થાપિત થયા હતા.ત્યારબાદ અજ્ઞાતવાસમાં પાંડવોએ આ મંદિર બનાવ્યું હતું.

ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના સાકાર થતા આ પવિત્ર ભૂમિએ સદાને માટે જળસમાધી લઇ લીધી અને ત્યારબાદ 1994થી આ નવા મંદિરની સ્થાપના થઇ, જુનું મંદિર અત્યારે સરદાર સરોવરમાં છે.છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા હજી પણ યથાવત છે દરેક ભક્ત પોતાની મનોકામના લઇ આવે છે અને દરેક ઇચ્છા શુલ્પાનેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે.જ્યાં શ્રદ્ધા અને આસ્થા હોય ત્યાં કોઈપણ પુરાવાની જરૂર હોતી નથી.જેથી જ હાલ પવિત્ર શ્રાવણ માસમાં,નર્મદાનો પાવન તટ અને શુલ્પાનેશ્વર મહાદેવ નો ત્રિવેણી સંગમ નર્મદા વાસીઓને ભક્તિમાં મસ્ત બનાવી રહ્યો છે અને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા અહી આવી શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આતંકી હુમલાને લઇ IBનું એલર્ટ, નર્મદા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારાઇ