Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જાણો કેટલા ભણેલા છે ગુજરાત પર રાજ કરનારા નેતાઓ?

જાણો કેટલા ભણેલા છે ગુજરાત પર રાજ કરનારા નેતાઓ?

0
7827

ગાંધીનગર: ગાંધીનગરમાં કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના અભ્યાસની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી LLB અને નાયબ મુખ્યમંત્રી SYBcom સુધી અભ્યાસ કરેલા છે. ત્યારે ખાસ કરીને ધારાસભ્યમાંથી મંત્રી બનેલા 7 માત્ર જ જે ધોરણ-10 સુધી જ તેઓએ અભ્યાસ કરેલો છે.1 ધોરણ-12 પાસ, 2 ધો-8 પાસ જ્યારે 1 માત્ર ધોરણ-5 પાસ છે.જોકે, 60 ધારાસભ્ય ગ્રેજ્યુએટ અને 9 પોસ્ટ ગેજ્યુએટ સુધી ભણ્યા છે.

તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ ચાલે છે અને ગાંધીનગર વિધાનસભા સત્ર પણ ચાલી રહ્યું છે. જયારે પણ શહેરમાં ચૂંટણી આવે છે ત્યારે જ નેતાઓ અને ધારાસભ્યોની ભણતરના વાતોની ચર્ચાઓ વધારે જોર પકડતી હોય છે. તમામ નેતાઓ અને ધારાસભ્યોના ભણતરની આજે આપણે વાત કરીએ તો ગુજરાત મુખ્યમંત્રી જે LLB કરી ચૂક્યા છે અને નાયબ મુખ્યમંત્રી SYBcom સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. જો કે, 182 ધારાસભ્યમાંથી 30 ધારાસભ્ય 12 પાસ, 44 ધારાસભ્ય 10 પાસ અને 15 ધારાસભ્ય 8 પાસ છે જ્યારે 15 ધારાસભ્ય તેનાથી પણ ઓછું ભણેલા છે.

જોકે, 60 ધારાસભ્ય ગ્રેજ્યુએટ અને 9 પોસ્ટ ગેજ્યુએટ સુધી ભણ્યા છે. 8 ધારાસભ્યે ડિપ્લમા અને 1 ધારાસભ્યે સર્ટિફિકેટ કોર્ષ કરેલો છે. ધારાસભ્યમાંથી મંત્રી બનેલા 7 માત્ર ધોરણ-10 સુધી ભણેલા છે, 1 ધોરણ-12 પાસ, 2 ધો-8 પાસ જ્યારે 1 માત્ર ધોરણ-5 પાસ છે.

રાજયના મંત્રીઓની ડિગ્રી, કોણ કેટલા ભણેલા છે

આર. સી. ફળદુ: 10 પાસ, કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર
કિશોર કાનાણી: 8 પાસ, આરોગ્ય પરિવાર કલ્યાણ
જવાહર ચાવડા: 10 પાસ, પ્રવાસન
કૌશિક કુમાર પટેલ: 10 પાસ, મહેસૂલ

ઓછું ભણેલા MLA

કાંતિભાઈ બલર, સુરત ઉત્તર, ધારાસભ્ય, 3 પાસ
પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ધારાસભ્ય, અબડાસા, 4 પાસ
સંતોકબેન બચુભાઈ અરેઠીયા : રાપર, નિરક્ષર
શિવાભાઈ અમરાભાઈ ભૂરિયા : દિયોદર, 2 પાસ
કાંતિભાઈ હિમતભાઈ બલર : સુરત નોર્થ,3 પાસ
પબુભા વિરમભા માણેક : દ્વારકા, 3 પાસ
કરશનભાઈ પૂંજાભાઈ સોલંકી : કડી, 4 પાસ
દેવાભાઈ પૂંજાભાઈ માલમ : કેશોદ, 4 પાસ
વલ્લભ કાકડીયા : ઠક્કરબાપાનગર, 4 પાસ
પરષોત્તમ ઉકાભાઈ સાબરિયા : ધ્રાંગધ્રાં, 5 પાસ
વલ્લભભાઈ ધારવિયા : જામનગર ગ્રામ્ય, 5 પાસ
વિનુભાઈ ડાહ્યાભાઈ ઝાલાવડીયા : કામરેજ, 5 પાસ
સોમાભાઈ ગાંડાલાલ પટેલ : લીંબડી, 5 પાસ
ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર : ઉમરેઠ, 5 પાસ
પુનાભાઈ ગામિત : વ્યારા : 5 પાસ

અમદાવાદ: AMCની ઘોર બેદરકારીના કારણે MBBSના વિદ્યાર્થીનું મોત