Gujarat Exclusive > IPL 2020 > રાજસ્થાનના વિજયરથ પર બ્રેક, KKRએ સિઝનની બીજી મેચ જીતી

રાજસ્થાનના વિજયરથ પર બ્રેક, KKRએ સિઝનની બીજી મેચ જીતી

0
97

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 12મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકત્તા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ હતી, જેમાં કોલકત્તાએ રાજસ્થાનને 37 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરી રહેલા કોલકત્તા નાઈટ રાઇડર્સે રાજસ્થાનને 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ રાજસ્થાનની ધાકડ ટીમમાં આજે એક પણ ખેલાડી રમી શક્યો નહીં અને વિકેટ એક પછી એક પડી ગઈ.

પ્રથમ ઇનિંગ્સ

કોલકત્તાની બેટિંગ

શુભમન ગિલ અને સુનીલ નારાયણ કોલકત્તા નાઈટ રાઇડર્સ તરફથી રમવા માટે મેદાને આવ્યા હતા. શુભમન ગિલે ટીમ માટે 34 બોલમાં 47 રન જોડ્યા. પરંતુ સુનીલ નારાયણ ખાસ કંઈ કરી શક્યો નહીં અને 15 રન બનાવીને આઉટ થયો. આ પછી મિડલ ઓર્ડરમાં નીતીશ રાણા અને આંદ્રે રસેલે થોડી સ્થિરતા આપી પરંતુ તે બંને વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહીં. કેપ્ટન દિનેશ કાર્તિક પણ સસ્તામાં આઉટ થયો હતો, તેણે માત્ર એક રન બનાવ્યો હતો.

આ પણ વાંચો: MI vs RCB: ઈશાનને સુપર ઓવરમાં કેમ નહીં મોકલ્યો, રોહિત શર્માએ આપ્યું કારણ

રાજસ્થાન રોયલની બોલિંગ

રાજસ્થાન માટે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે શરૂઆત કરી હતી. તેણે ખૂબ જ ઇકોનોમી બોલિંગ કરી અને તેની ટીમ માટે 2 વિકેટ પણ લીધી. આ ઉપરાંત રાજસ્થાન તરફથી અંકિત રાજપૂત, જયદેવ ઉનાડકટ, રાહુલ તેવાતીયા અને ટોમ કરને પણ એક-એક વિકેટ ઝડપી હતી.

બીજી ઇનિંગ

રાજસ્થાનની બેટિંગ

આઈપીએલ પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહેલી રાજસ્થાની ટીમે આજે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યો અને ટીમે એક પછી એક તમામ ગુમાવી દીધી હતી. જોસ બટલરે શરૂઆતમાં 21 રન બનાવ્યા હતા. તે પછી કેપ્ટન સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાયન પરાગ, ચારેય ખેલાડીઓ 8 કરતા ઓછાના સ્કોર પર આઉટ થયા હતા. જોકે ટોમ કરને થોડો પ્રયત્ન કર્યો પણ તેમનો કોઇ સાથ ન આપી શક્યો. ટોમ કરને અડધી સદી ફટકારી હતી.

કોલકત્તાની બોલિંગ

આજના મેચમાં કોલકત્તાનએ ખૂબ જ સારી બોલિંગ કરી. શિવમ માવી, વરૂણ ચક્રવર્તી અને કમલેશ બંનેએ ઇકોનોમી બોલિંગ કરતા 2-2 વિકેટ ઝડપી.