Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL-14:કેકેઆરને ફળ્યુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સતત ચાર હાર પછી મળી જીત

IPL-14:કેકેઆરને ફળ્યુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સતત ચાર હાર પછી મળી જીત

0
40

પંજાબ (PBKS)ના 123ના જવાબમાં કોલકાતા (KKR)એ બનાવ્યા 5 વિકેટે 126 રન

અમદાવાદઃ IPL 14મી સીઝનની 21 મેચ અમદાવાદમાં રમાઇ હતી. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR wins over PBKS)ને ફળી હતી. કારણ કે 2021ની સીઝનમાં પ્રથમ મેચ જીત્યા બાદ તેને સતત હારનો સામનો કરવો પડ્યો. અંતે ગઆિકાલે રાત્રે પંજાબ કિંગ્સ(PBKS)ને 5 વિકેટે હરાવી હારનો સિલસિલો તોડ્યો હતો.

કોલકાતાની ચૂસ્ત બોલિંગ સામે પંજાબ 9 વિકેટે માત્ર 123 રન જ કરી શક્યું હતું. જવાબમાં કોલકાતાએ કેપ્ટન મોર્ગન અને રાહુલ ત્રિપાઠીની ફટકાબાજીને સહારે 16.4 ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો.

પંજાબની નિયત અંતરે વિકેટો પડતી રહી

કોલકાતા (KKR wins over PBKS)એ ટોસ જીતી પંજાબમાં બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ 6ઠ્ઠી ઓવરમાં કેએલ રાહુલની વિકેટ પડ્યા બાદ પંજાબની વિકેટો નિયત અંતરે પડતી રહી અને 20 ઓવરમાં 123 રન તેના ખાતામાં જોડાયા. માત્ર મયંક અગ્રવાલ (31) અને ક્રિસ જોર્ડન(30) જ પડકાર આપી શક્યા. તે સિવાય કેપ્ટન રાહુલ 19,નિકોલસ પુરન 19 અને શાહરુખ ખાન 13 રન ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા.

શિવમ-પ્રસિદ્ધ સહિત કોલકાતાના બોલરોની ચૂસ્ત બોલિંગ

કોલકાતા વતી શિવમ માવીને ભલે વિકેટ મળી નહતી. પરંતુ તેણે અત્યંત ચૂસ્ત બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 13 રન આપ્યા હતા. જ્યારે સૌથી સફળ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા હતો. તેણે 30 રનમાં 3 વિકેટ ખેરવી હતી. ઉપરાંત કમિન્સ અને નારાયણે 2-2 વિકેટ લઇ પંજાબની કમર તોડી નાંખી હતી.

આ પણ વાંચોઃ

જવાબમાં કોલકાતાની શરૂઆત પણ ઘણી ખરાબ રહી હતી. ટીમે 9 રનની અંદર બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા નીતીશ રાણા શૂન્ય પર આઉટ થયો, પછી મોહમ્મદ શમીએ શુભમન ગિલને 9 રન પર LBW આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

મોર્ગન-ત્રિપાઠી વચ્ચે ચોથી વિકેટમાં 66 રન ઉમેરાયા

ત્રીજી વિકેટ સુનિલ નરેનના રુપમાં પડી ગઇ હતી. તેને અર્શદીપ સિંહે શૂન્ય રન પર આઉટ કર્યો હતો. આ સમયે કોલકાતાનો સ્કોર 3 વિકેટ 17 રને હતો. પરંતુ પછી કેપ્ટન ઓઈન મોર્ગન અને રાહુલ ત્રિપાઠીએ 66 રનની ભાગીદારી નોંધાવીને રન-ચેઝમાં મહત્ત્વપૂર્ણ યોગદાન નોંધાવ્યું હતું. મોર્ગન 40 બોલમાં 47 રન બનાવી અણનમ રહ્યો હતો.

રાહુલ ત્રિપાઠી 41 રન બનાવીને દિપક હુડાનો શિકાર થયો હતો. 98 રન પર આન્દ્રે રસેલ પણ એક રન લેવાના ચક્કરમાં રન આઉટ થયો હતો. પંજાબ કિંગ્સ તરફથી મોઈસીસ હેનરિક્સ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને દિપક હુડાએ 1-1 વિકેટ લીધી હતી.પંજાબના બે બોલર્સ અર્શદીપ અને દીપક ઘણા ખર્ચાળ સાબિત થયા હતા. બંન્નેએ કુલ 4.4 ઓવરમાં જ 47 રન આપી દીધા. શમી અને બિશ્નોઇએ સારી બોલિંગ કરી હતી. KKR wins over PBKS

આ પણ વાંચોઃ

અમદાવાદમાં રાહુલ ફરી નિષ્ફળ રહ્યો

પંજાબની ટીમમાં એલનની જગ્યાએ ક્રિસ જોર્ડનનો સમાવેશ કરાયો હતો.​ પાવર-પ્લેની અંતિમ ઓવરમાં પંજાબની પ્રથમ વિકેટ પડી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાહુલ ફરીથી નિષ્ફળ નીવડ્યો હતો. રાહુલ 20 બોલમાં 19 રન બનાવીને પેટ કમિન્સનો શિકાર થયો હતો. ક્રિસ ગેઈલ પહેલા બોલ પર શૂન્ય રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. સતત ત્રણ ઓવરમાં પંજાબે વિકેટ ગુમાવી, 1 રન બનાવીને દિપક હુડા પણ આઉટ થયો હતો. 42 રન પર પંજાબે મહત્ત્વપૂર્ણ 3 વિકેટ ગુમાવી દીધી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat