Gujarat Exclusive > IPL 2020 > KKRના આ ‘મિસ્ટ્રી બોલર’એ જગાવી ચર્ચા, IPLમાં આવી રીતે થઇ એન્ટ્રી

KKRના આ ‘મિસ્ટ્રી બોલર’એ જગાવી ચર્ચા, IPLમાં આવી રીતે થઇ એન્ટ્રી

0
111

નવી દિલ્હી: કોલકાતા નાઇટ રાઇડર્સના વરુણ ચક્રવર્તીએ શનિવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું. તેની ફિરકી(સ્પીન)માં દિલ્હીના ખેલાડીઓ એવી રીતે ફસાયા કે મેચમાં પરત જ ના ફરી શક્યા. 195ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 135/9 રન જ બનાવી શકી. કોલકાતાએ આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ 59 રનોથી જીતી. વરુણે 20 રન આપી 5 વિકેટ લીધી હતી. તે આમ કરનાર બીજો અનકેપ્ડ ભારતીય ખેલાડી બની ગયો છે, તે પહેલા અંકિત રાજપૂતે વર્ષ 2018માં હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં 14 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

સાત જુદી-જુદી વેરિએશનમાં બોલ કરી શકે છે

પ્રોફેશનલ ક્રિકેટર બનતા પહેલા તેણે ફ્રિલાન્સ આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હતું. આઈપીએલમાં તેની એન્ટ્રી રહસ્યમય બોલિંગને કારણે થઈ. વરુણે દાવો કર્યો છે કે તે સાત રીતથી બોલિંગ કરી શકે છે. આમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગૂગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપ્સસ્પિન, પગની આંગળી પર યોર્કર શામેલ છે. વર્ષ 2019માં વરુણને પંજાબે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

આ પણ વાંચો: પંજાબની હૈદરાબાદ સામે શાનદાર જીત

ધીમે-ધીમે ફોર્મમાં આવી રહ્યો છે વરુણ

આઈપીએલ કરિયરની શરૂઆતમાં તેને નસીબનો સાથ ના મળ્યો અને તે માત્ર એક જ મેચ રમી શક્યો. આ મેચમાં તેણે 35 રન આપી એક વિકેટ પોતાના નામ કરી હતી. ઇજાગ્રસ્ત થવાના કારણે તેને આ મેચ પછી રમવાની તક ના મળી. 2020માં તેને KKRએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને હવે તેનું પ્રદર્શન કોઇ છુપાયેલું નથી. તેણે આ સીઝનમાં અત્યાર સુધી 10 મેચ રમી છે અને 12 વિકેટ ઝડપી છે. દિલ્હી વિરુદ્ધ તેણે પોતાની કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું.

આ પણ વાંચો: કોલકાતા નાઇટરાઇડર્સે દિલ્હીને 59 રને હરાવીને સેમી ફાઇનલ પ્રવેશની આશા જીવંત રાખી

દિનેશ કાર્તિકથી લઇ ચુક્યો છે ટિપ્સ

વરુણ ચક્રવર્તી કોલકાતા માટે હવે સ્ટાર બોલર છે પરંતુ કોલકાતાની ટીમમાં સામેલ થતા પહેલા પણ તે દિનેશ કાર્તિકથી વિકેટકીપિંગની ટિપ્સ લીધી હતા અને કેકેઆર માટે નેટ્સ પર બોલિંગ પણ કરી ચુક્યો છે. આ વાતનો ખુલાસો તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. 29 વર્ષનો વરુણ અત્યાર સુધી એક જ ફર્સ્ટ ક્લાસ મેચ (તમિલનાડુ) રમ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોલકાતા નાઇટ રાઇડર્સે નીતિશ રાણા (81 રન) અને ઓલરાઉન્ડર સુનીલ નરેન (64 રન)ની અડધી સદી પછી વરુણ ચક્રવર્તી (20 રન આપી 5 વિકેટ)ની ફિરકીના કારણે દિલ્હી કેપિટલ્સને 59 રનોથી હરાવ્યું હતુ. આ જીત સાથે કેકેઆરની પ્લે ઓફમાં જવાની આશા જીવંત છે.