Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દીવાળી પહેલા PM મોદીની ગુજરાતના ખેડૂતોને ગિફ્ટ, ‘કિસાન સૂર્યોદય યોજના’ લૉન્ચ

દીવાળી પહેલા PM મોદીની ગુજરાતના ખેડૂતોને ગિફ્ટ, ‘કિસાન સૂર્યોદય યોજના’ લૉન્ચ

0
175
  • ખેડૂતોને પાણીની સમસ્યામાંથી છૂટકારો, હવે દિવસે પણ સિંચાઈ માટે મળશે વીજ પૂરવઠો Kisan Suryoday  Yojana
  • ‘કિસાન સૂર્યોદય યોજના’ થકી ખેડૂતોની કિસ્મત ચમકાવવાની પહેલ Gujarat Farmers

નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે વીડિયો લિન્કના માધ્યમથી ગુજરાતમાં ત્રણ મહત્વની યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. જેમાં ગુજરાતના ખેડૂતો માટે લાભદાયી એવી ‘કિસાન સૂર્યોદન યોજના’ (Kisan Suryoday Yojana) પણ લૉન્ચ કરી છે. Gujarat Farmers

આ અવસરે વડાપ્રધાન મોદીએ (PM Modi) કહ્યું કે, ‘કિસાન સૂર્યોદય યોજના’ (Kisan Suryoday Yojana) ખેડૂતોના જીવનમાં માત્ર નવી સવાર જ નહી લાવે, પરંતુ તેમના માટે સુખ-સમૃદ્ધી પણ લાવશે. આ યોજના અંતર્ગત આગામી બે-ત્રણ વર્ષો સુધી સાડા ત્રણ હજાર સર્કિટ કિલોમીટર લાઈન પાથરવામાં આવશે. જેનો મોટાભાગનો વિસ્તાર આદિવાસી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખેડૂતોની આવક બેગણી કરવા માટે અને તેમનો ખર્ચો ઓછો કરવા માટે આપણે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે. Kisan Suryoday  Yoja

 

PM મોદીએ કહ્યું કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેણે એક દાયકા પહેલા જ સૌર ઉર્જાના ક્ષેત્રમાં આગવા પગલા ભર્યાં છે. ભારત સૌર ઉર્જા મામલે વિશ્વનો છઠ્ઠો મોટો દેશ બની ચૂક્યો છે. Gujarat Farmers

આ પણ વાંચો: સુરત: લાજપોર જેલમાં નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવ્યો

જણાવી દઈએ કે, ગુજરાતમાં સિંચાઈ માટે દિવસે ખેતરોમાં વીજ પૂરવઠો પૂરો પાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Gujarat CM Vijay Rupani) આગેવાનીમાં ગુજરાત સરકારે (Gujarat Government) તાજેતરમાં જ ‘કિસાન સૂર્યોદય યોજના’ની (Kisan Suryoday Yojana) જાહેરાત કરી હતી.

આ ‘કિસાન સૂર્યોદય યોજના’ (Kisan Suryoday Yojana) અંતર્ગત ખેડૂતને સવારે 5 થી રાતના 9 વાગ્યા સુધી વીજળી પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકારે 2023 સુધી આ યોજના અંતર્ગત ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરવા માટે 3500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

‘કિસાન સૂર્યોદય યોજના’(Kisan Suryoday Yojana) ના પ્રથમ તબક્કામાં દાહોદ, પાટણ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા, આણંદ અને ગીર-સોમનાથ જિલ્લાને આવરી લેવાયા છે. જ્યારે બાકી બચેલા અન્ય રાજ્યોને 2023 સુધીમાં તબક્કાવાર રીતે આ યોજનામાં સામેલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.