Gujarat Exclusive > The Exclusive > ભાવનગરમાં નવા મેયરની વરણી સાથે જ ભાજપમાં ઘમાસાણ, મહિલા કોર્પોરેટરના જીતુ વાઘાણી પર આક્ષેપ

ભાવનગરમાં નવા મેયરની વરણી સાથે જ ભાજપમાં ઘમાસાણ, મહિલા કોર્પોરેટરના જીતુ વાઘાણી પર આક્ષેપ

0
409
  • કીર્તિબેન દાણીધરિયાને મેયર બનાવતા વર્ષાબા પરમાર નારાજ, રાજીનામાંની આપી ચિમકી

ભાવનગર: રાજ્યની 6 મહાનગર પાલિકામાં જવલંત વિજય મેળવ્યા બાદ ભાજપે આજે મનપાના મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારોની નિમણૂંક કરી છે. અમદાવાદ અને વડોદરા બાદ ભાજપ દ્વારા ભાવનગર માટે પણ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની નિયુક્તિ કરવામાં આવી છે. જો કે મેયરના નામની જાહેરાત કરવાની સાથે જ અસંતોષ જોવા મળી રહ્યો છે. Bhavnagar Mayor

ભાવનગર મેયરમાં જેમનું નામ ચાલતું હતું તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વર્ષાબાનો આક્ષેપ છે કે, જીતુ વાઘણીના ઈશારે મારું નામ કપાયું. આ બેઠક સામાન્ય મહિલા માટે હતી, પરંતુ બક્ષી પંચને મેયર બનાવી મારી સાથે અન્યાય થયો. હું આગામી દિવસોમાં રાજીનામું આપીશ. Bhavnagar Mayor

ભાવનગર કોર્પોરેશનમાં વર્ષાબા પરમારનું નામ પણ મેયરની રેસમાં આગળ હતું. જો કે તેમની જગ્યાએ કીર્તિબેનની પસંદગી થતાં તેઓ રડી પડ્યા હતા. વર્ષાબાએ આક્ષેપ કર્યો છે કે, જીતુ વાઘાણીના ઈશારે મારું નામ મેયર તરીકે હટાવાયું છે. ભાજપે મારી સાથે અન્યાય કરીને પેનલ તોડનારને મેયર બનાવી દીધા છે. આથી હું આગામી દિવસોમાં રાજીનામું આપીશ.

ભાવનગર મહાનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત હોવાથી કીર્તિબેન દાણીધરિયાની વરણી કરવામાં આવી છે. કીર્તિબેન વ્યવસાયે વકીલ છે અને 15 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. જ્યારે બાકી બચેલા અઢી વર્ષ OBC વર્ગના વ્યક્તિ માટે રિઝર્વ રહેશે. આ વખતની ભાવનગર મનપાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાવનગર કોર્પોરેશનની કુલ 52 બેઠકોમાંથી 44 પર ભાજપની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠકો જ આવી હતી. Bhavnagar Mayor

ભાવનગર મનપામાં ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મનપામાં ભાજપ પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલિયાની વરણી કરવામાં આવી છે.

અમદાવાદ Bhavnagar Mayor
મેયર – કિરીટ પરમાર
ડેપ્યુટી મેયર- ગીતાબેન પટેલ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન- હિતેશ બારોટ
દંડક- અરુણસિંહ રાજપૂત
શાસક પક્ષના નેતા- ભાસ્કર ભટ્ટ

► વડોદરા Bhavnagar Mayor
મેયર- કેયુરભાઇ રોકડિયા
ડેપ્યુટી મેયર- નંદાબેન જોશી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન- હિતેન્દ્રભાઇ પટેલ
દંડક- ચિરાગભાઇ બારોટ
શાસક પક્ષ નેતા- અલ્પેશભાઇ લિંબાચિયા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat