કાશ્મીરમાં સરકારી સુરક્ષા એજન્સીનો ખોટી રીતે દુરુપયોગ કરવાના કસુરવાર મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની પણ ક્રાઈમ બ્રાંચે નડિયાદથી ધરપકડ કરી છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના બંગલો પચાવી પાડવાની ફરીયાદને આધારે ક્રાઈમબ્રાંચે જંબુસરનું લોકેશન શોધીને માલિની પટેલની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર શિલજમાં જમીન મકાનની દલાલી કરતાં જગદિશ ચાવડાએ તેમનો બંગલો વેચવાની જાહેરાત કરી હતી જે અંગેની માહિતી મેળવીને તે બંગલાને વેચવા માટે રિનોવેટ કરાવવો જરૂરી છે એવું જણાવીને કિરણ પટેલે જગદિશ ચાવડા પાસેથી 35 લાખની રકમ લીધી હતી. આ દરમ્યાન જગદિશ ચાવડા જ્યારે કિરણ પટેલના વિશ્વાસે બહાર ગયા ત્યારે તે બંગલા પર કિરણ પટેલે પોતાની નેમ પ્લેટ લગાવી દીધી હતી. આ વાતની જાણ થતાં જ્યારે જગદિશ ચાવડાએ તપાસ કરી હતી. ત્યારે કિરણ પટેલે તે બંગલો પોતાનો હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો. બંને પતિ પત્નીએ આ બંગલો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આખરે જગદિશ ચાવડાની ફરીયાદના આધારે ક્રાઈમબ્રાંચે માલિની પટેલની નડિયાદથી ધરપકડ કરી હતી.
Advertisement