Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ચાલુ કાર્યક્રમમાં પોલીસની કાર્યવાહીથી કિંજલ દવે ગિન્નાઈ, કહ્યું- ‘કલાકારોને હેરાન કરવાનું બંધ કરો’

ચાલુ કાર્યક્રમમાં પોલીસની કાર્યવાહીથી કિંજલ દવે ગિન્નાઈ, કહ્યું- ‘કલાકારોને હેરાન કરવાનું બંધ કરો’

0
68

ગાંધીનગર: ઇડરના રોઝવિલા બંગ્લોઝમાં મંજૂરી વિના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિંગર કિંજલ દવે સહિતના કલાકારો હાજર હતા. આ કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં પોગ્રામના આયોજકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરતા કિંજલ દવેએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. Kinjal Dave Post

કિંજલ દવેએ પોતાનો બળાપો ઠાલવતા રાજકીય રેલીઓમાં નેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતું હોવાનો આરોપ લગાવતા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. કિંજલ દવેએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે,

“છેલ્લા 11 મહિના મારા ગ્રુપના 20થી 25 લોકોની રોજગારી બંધ છે, તેઓ બેરોજગાર છે. 11 મહિના બાદ પ્રથમ કાર્યક્રમ કર્યો તેમાં પણ અમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અન્ય કલાકારો અને રાજનેતાઓના કાર્યક્રમો કેમ નથી દેખાતા? નેતાઓ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા. વિરોધ કરવો હોય તો તમામ લોકોનો કરો. માત્ર કલાકારોને હેરાન કરવાનું બંધ કરો.” Kinjal Dave Post

જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાતના ઈડરમાં મણિયાર રોડ પર રોઝવિલા બંગલોઝ ખાતે કિંજલ દવેના ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નહતી. આટલું જ નહીં, આ કાર્યક્રમમાં હજારો લોકો ભાન ભૂલ્યા હોય, તેમ કોરોના નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાવ્યા હતા. જો કે આ કાર્યક્રમની જાણ થતાં પોલીસે રેડ પાડી હતી. Kinjal Dave Post

આ પણ વાંચો: જામનગરમાં હોમગાર્ડ જવાનોનું પોસ્ટલ મતદાન રદ્દ, 400 બેલેટ જપ્ત કરાયા Kinjal Dave Post

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કિંજલ દવેએ ડીસાથી ભાજપના ધારાસભ્ય શશિકાન્ત પંડયા સાથે ઘોડે સવારી કરીને જાહેરમાં સરઘસ કાઢયું હતું. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના લીરેલીરા ઉડયા હતા. આથી કોરોના સંક્રમણ ફેલાવીને પ્રજાના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવા તથા માનવ અધિકારનું હનન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ માનવ અધિકાર પંચ સમક્ષ કરવામાં આવી હતી. હવે ખુદ કિંજલ દવેએ આ પ્રશ્ન ઉઠાવતા ગાયિકાનું બેવડું વલણ સામે આવ્યું છે. Kinjal Dave Post

  Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat