મુંબઇ: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન ચર્ચામાં છે. આ કપલના લગ્ન જેસલમેરની સૂર્યાગઢ હોટલમાં યોજાશે. 6 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી લગ્ન કરવા જઇ રહ્યા છે. કિયારા અડવાણી લગ્ન માટે જેસલમેર પહોચી ગઇ છે.
Advertisement
Advertisement
કિયારા અડવાણીની સાથે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને તેમની ટીમ પણ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના લગ્નનું ફંક્શન રવિવારથી શરૂ થશે. આ કપલના પરિવાર પણ બન્નેની સાથે જ છે. જેસલમેરના સૂર્યગઢ હોટલમાં લગ્નની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. કિયારાના હાથમાં સિદ્ધાર્થના નામની મહેદી લગાવવા મુંબઇથી વીના નાગદા શુક્રવારે જ જેસલમેર પહોચી ગઇ છે.
સુરક્ષાની પુરતી વ્યવસ્થા
કિયારા-સિદ્ધાર્થ મુંબઇથી હજારો કિમી દૂર રાજસ્થાનમાં સાત ફેરા લેવા માટે પહોચી ગયા છે. આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં ઇન્ડસ્ટ્રીના લોકોની સાથે 150 વીવીઆઇપી સામેલ થશે. સિક્યુરિટીની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેસમેર એરપોર્ટની બહાર પુરી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાડીઓના ડ્રાઇવર માટે પણ એક વિશેષ કાર્ડ બનાવવામાં આવ્યું છે. કાર્ડમાં ડ્રાઇવરનું નામ લખેલુ હશે. આ કાર્ડને બતાવીને જ હોટલમાં એન્ટ્રી મળશે.
સૂર્યગઢ હોટલમાં લગ્નની તૈયારીઓ શરૂ
સૂર્યગઢ હોટલમાં લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. લગ્નમાં બોલાવવામાં આવેલા વીવીઆઇપી મહેમાનોની સુરક્ષા પર નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોએ કહ્યુ કે એક વેડિંગ પ્લાનર કંપની આ વ્યવસ્થા જોઇ રહી છે. સૂર્યગઢ હોટલ જેસલમેરથી લગભગ 16 કિલોમીટર દૂર છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પૂર્વ બોડીગાર્ડ યાસીન સુરક્ષા સંભાળશે અને હોટલના કર્મચારી પોતાના મોબાઇલ ફોન અંદર નહી લઇ જઇ શકે, તેમના મોબાઇલ લોકરમાં રાખવામાં આવશે જેથી કોઇ તસવીર કે સેલ્ફી લીક ના થાય.
લગ્નમાં 150 મહેમાનોને આમંત્રણ
હોટલમાં મહેમાનો માટે 84 લક્ઝરી રૂમ બુક છે. મહેમાનો માટે 70 લક્ઝરી ગાડીઓ બુક કરવામાં આવી છે જેમાં મર્સિડીઝ, જગુઆર અને બીએમડબલ્યૂ સામેલ છે. વાહનોનો ઠેકો જેસલમેરની સૌથી મોટી ટૂર ઓપરેટર લકી ટૂર એન્ડ ટ્રાવેલ્સને આપવામાં આવ્યો છએ. આ સ્ટાર કપલના લગ્નમાં લગભગ 150 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. બન્ને પરિવાર સિવાય ઇન્ડસ્ટ્રીના કેટલાક મોટા નામને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં ડિરેક્ટર કરણ જોહર, શાહિદ કપૂર, કેટરીના કૈફ અને વિકી કૌશલ, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી સામેલ છે. સલમાન ખાનના પણ આવવાની આશા છે.
Advertisement